ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

Spiny Gourd benefits: ચોમાસામાં જોવા મળતી, દુનિયાની સૌથી પાવરફુલ શાકભાજી એટલે કંકોડા, જાણો તેના ફાયદા - કંકોડાના ફાયદા

આ શાક ઘણા સ્વાસ્થ્ય લાભો અને સ્વાદિષ્ટ સ્વાદથી ભરપૂર છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચાલો જાણીએ કંકોડા અન્ય સ્વાસ્થ્ય લાભો વિશે.

Etv BharatSpiny Gourd benefits
Etv BharatSpiny Gourd benefits

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 3:16 PM IST

હૈદરાબાદઃકંકોડાએ ખૂબ જ સ્વાસ્થવર્ધક શાકભાજી છે. તે મુખ્યત્વે ચોમાસામાં જોવા મળે છે. તેના કેટલાય સ્વાસ્થ્ય ફાયદા હોવાના કારણે તેને સૌથી શક્તિશાળી શાકભાજીમાંથી એક માનવામાં આવે છે. તમામ લોકો તેને દુનિયાની સૌથી પાવરફુલ શાકભાજી પણ કહેવામાં આવે છે. કંકોડાના શાકભાજીમાં જરુરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીન પ્રચૂર માત્રામાં હોય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છેઃઆ એક એવું શાક છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ શાક ઘણી જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે મળની સાથે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે

કેન્સરનું જોખમ ઘટાડે છેઃ ડોકટરોના જણાવ્યા મુજબ, કંકોડામાં શરીર માટે ઘણા જરૂરી ઘટકો હોય છે, જે શરીરમાં પ્રવેશ કરે છે અને કેન્સર વિરોધી ઘટકો તરીકે કામ કરે છે. કંકોડા અને કઢીના નિયમિત સેવનથી કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થાય છે.

વજન નિયંત્રણમાં રહે છેઃકંકોડાનું શાક સ્થૂળતાની સમસ્યાના ઈલાજ તરીકે કામ કરે છે. કંકોડામાં ફાઇબરનું પ્રમાણ વધુ છે અને કેલરી ઓછી છે તેથી, પેટ ઝડપથી ભરવા અને સ્થૂળતા ઘટાડવા માટે કંકોડાની કઢી ખાવાની ભલામણ કરવામાં આવે છે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છેઃકંકોડાની ભાજીના ફાયદા હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈ બીપીથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે કંકોડામાં એન્ટિહાઇપરટેન્સિવ ગુણ હોય છે આ શાકભાજીનો રસ હાઈ બ્લડ પ્રેશરને દૂર કરવા માટે વપરાય છે.

ડાયાબિટિસને નિયંત્રણમાં રાખે છેઃઆ શાકભાજી ડાયબિટિઝના દર્દીને બ્લડ શુગર ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. કંકોડામાં પ્લાન્ટ ઈંસુલિન પ્રચુર માત્રામાં હોય છે. તેમાં ફાઈબર અને પાણીની માત્રા ભરપૂર હોય છે. જેના કારણે ડાયાબિટિસના દર્દી માટે એક સારો વિકલ્પ છે. આ શાકભાજી ઈમ્યૂનિટી બૂસ્ટ કરી શકે છે.

આ પણ વાંચોઃ

  1. Bitter Gourd Health Benefits: કારેલા ન ખાવાની ભૂલ ન કરો, તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે
  2. Tomato Cucumber Combination : 'આ' ટાળો નહીંતર સલાડ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે
  3. Vitamin C Deficiency: શરીરમાં 'વિટામિન સી' ની ઉણપને ઓળખો અને આજે જ આ ફળો ખાવાના શરુ કરી દો

ABOUT THE AUTHOR

...view details