ન્યૂઝ ડેસ્કઃ સુખીભવ દ્વારા હાથ ધરવામાં આવેલી આ અનોખી પહેલ વિશે વધુ માહિતી આપતાં સુખીભવ વેલનેસનાં ડિરેક્ટર ડો. અર્ચના મામગેઇન જણાવે છે, “આ ટ્રિટમેન્ટ્સની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે, તે શરીર અને ડિસોર્ડરની ભિન્નતાના આધારે કુદરતી ઉપચારમાં રહેલા વિભિન્ન પ્રકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
લાઇફસ્ટાઇલ ડિઝાઇન પ્રોગ્રામ
ડૉ. અર્ચના મામગેઇન સમજાવે છે કે, સુખીભવ વેલનેસ થેરેપી આપવાની સાથે-સાથે શરીરને ડિટોક્સ કરવાનો પણ પ્રયત્ન કરે છે, જેથી વ્યક્તિને ટ્રિટમેન્ટનો પૂર્ણ લાભ આપવા ઉપરાંત તેના શરીરમાં નવી ઊર્જાનો સંચાર કરીને તેને લયબદ્ધ બનાવી શકાય. આ માટે, સૌપ્રથમ વ્યક્તિના શરીરની તપાસ કરીને અને તેની સમસ્યાઓની વિગતવાર સમજૂતી મેળવ્યા બાદ યોગ્ય પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. પ્લાનની જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારની ટ્રિટમેન્ટ્સ, ડાયેટ ચાર્ટ અને સ્પેશ્યલ યોગ એક્સરસાઇઝ નિર્દિષ્ટ કરવામાં આવે છે. અહીં આપવામાં આવેલી થેરેપીઝ પાચનક્રિયા સંબંધિત સમસ્યાઓ, તણાવ, અનિદ્રા સહિત સૌંદર્યલક્ષી સમસ્યાઓના ઉપચાર માટે તેમજ મન, શરીર અને દિમાગ વચ્ચે સંતુલન જાળવવા માટેની સારવારની કુદરતી તથા પ્રાચીન પરંપરાગત પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. થેરેપીની સમય-મર્યાદા અને થેરેપી માટે જરૂરી સેશન્સની સંખ્યા વ્યક્તિની પ્રકૃતિ અને સમસ્યાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. વળી, કહેવાય છે કે, વ્યક્તિનો આહાર તેના મનનું પ્રતિબિંબ પાડે છે અને આથી, થેરેપી દરમિયાન ચોક્કસ આહાર પણ સૂચવવામાં આવે છે. સારવાર દરમિયાન ખાસ પ્રકારના આહારનું સેવન કરવું ફરજીયાત છે.
સંપૂર્ણ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ
સુખીભવ વેલનેસમાં, શારીરિક અને માનસિક આરોગ્ય માટે સંપૂર્ણ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ હાથ ધરવામાં આવે છે. અમારા નિષ્ણાત સમજાવે છે કે, સુખીભવ વેલનેસ ખાતે ચાલી રહેલા વિવિધ પ્રોગ્રામ્સમાં વ્યક્તિ જુદી-જુદી થેરેપીની મદદથી વિવિધ પ્રકારના શારીરિક તથા માનસિક ડિસોર્ડરને મ્હાત આપી શકે છે.
“મનતૃપ્તિ”: સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ
આ પ્રોગ્રામમાં સર્વાંગી અભિગમ અપનાવવામાં આવે છે, જેમાં કુદરતી થેરેપી, થેરેપ્યૂટિક અને યોગિક ક્રિયાના સંયોજન વડે શરીરને તણાવમુક્ત કરવામાં આવે છે અને શરીર, મન અને દિમાગની કુદરતી લયબદ્ધતાને પુનઃ સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રોગ્રામમાં તંદુરસ્ત જીવનશૈલી, તણાવ ઘટાડવાનું લક્ષ્ય સિદ્ધ કરવા પર તથા સકારાત્મક પરિવર્તનો લાવવા અને જીવનમાં તાલમેળને વેગ આપવા પર ભાર મૂકવામાં આવે છે.
“સુનિદ્રા”: નિદ્રા વધારવા માટેનો પ્રોગ્રામ
આ પ્રોગ્રામની પ્રેરણા પરંપરાગત આયુર્વેદિક ઉપચારો અને નિસર્ગોપચારની સારવારોના મિશ્રણમાંથી મળી છે. પ્રોગ્રામમાં નેચરોપથિક લાઇફસ્ટાઇલ કન્સલ્ટેશન, હર્બલ અને ન્યૂટ્રિઅન્ટ ઉપચારો, હાઇડ્રોએરોમેટિક ઇમર્સન સહિતની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એક થેરેપ્યૂટિક પ્રોગ્રામ છે, જે તણાવ, શરીરના અસંતુલન વગેરે જેવાં કારણોના લીધે સર્જાયેલી અનિદ્રાની સમસ્યાનું નિવારણ લાવે છે.
“સંજીવની”: પેઇન મેનેજમેન્ટ પ્રોગ્રામ
સંજીવનીમાં શરીરને પીડામાંથી મુક્તિ અપાવવા માટે કુદરતી થેરેપી, થેરેપ્યૂટિક અને યોગિક ક્રિયાઓના પ્રમાણિત સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તમારામાં ઊર્જાનો સંચાર થાય છે અને તમે તાજગી અને સંતુલનનો અનુભવ કરો છો. ડાયેટ મેનેજમેન્ટ એ આ પ્રોગ્રામનું ચાવીરૂપ પાસું છે. આ થેરેપી પીડા ઘટાડવામાં, ડિસ્ક્સ તથા નર્વ્ઝના લુબ્રિકેશનમાં, ગરદનમાં તથા સાંધાઓમાં આવી ગયેલી જડતા ઘટાડવામાં અને ડિટોક્સિફિકેશનમાં મદદરૂપ બને છે.
“સમામકરોતિ”: સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટેનો પ્રોગ્રામ
આ પ્રોગ્રામ પરંપરાગત આયુર્વેદ અને નિસર્ગોપચાર (નેચરોપથી)નું મિશ્રણ છે. પ્રોગ્રામનો આશય અત્યંત હળવાશ અને શાંતિનો અનુભવ કરવા માટે તમામ એનર્જી ચેનલ્સને ઉદ્દીપ્ત કરીને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને વેગ આપવાનો છે. આ પ્રોગ્રામ અશુદ્ધિઓને દૂર કરવામાં, સ્લીપિંગ પેટર્નમાં સુધારો લાવવામાં તથા શરીરમાંથી બિનઉપયોગી તત્વોના કાર્યક્ષમ નિકાલમાં મદદરૂપ બને છે.
“લાવણ્ય“: બ્યૂટી થેરેપી
આ થેરેપીમાં ત્વચા પરનાં નિશાન દૂર કરવા માટે તથા ત્વચાની ભીનાશ અને લવચિકતા પુનઃસ્થાપિત કરવા માટે અને આ રીતે ત્વચાના રંગ અને કુદરતી ચમકના નિખાર માટે ચામડીનાં સૌથી ઊંડાં સ્તરોને ઉદ્દીપ્ત કરતી ઔષધિઓ અને કુદરતી સામગ્રીના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. ત્વચાની કુદરતી ચમકને પાછી લાવવા માટે, ડિટોક્સિફિકેશન માટે, ક્લિન્ઝિંગ માટે તથા સ્કીનના ટોનિંગ માટે આ થેરેપી અસરકારક છે.
“પ્રસન્ન”: સાંવેદનિક સંતુલન માટેનો પ્રોગ્રામ