ન્યૂઝ ડેસ્ક: અત્યારે ભારત વાસીઓ કોવિડ - 19ની બીજી લહેરનો સામનો કરી રહ્યાં છે ત્યારે બ્લેક ફંગલ ઇન્ફેક્શને તેમની ચિંતા વધારી છે. કોરોના મુક્ત થઇ ચુકેલા લોકો માટે બ્લેક ફંગલ ઇન્ફેક્શન ઘાતક સ્વરૂપે સામે આવી રહ્યો છે. બ્લેક ફંગસ ઇન્ફેક્શન કે જેને મ્યુકોરમાઇકોસિસ તરીકે ઓળખવામાં આવે છે તેને ઘાચક સંક્રમણ છે. જો શરુઆતના લક્ષણો પર ધ્યાન આપીને તેની સારવાર ન કરવામાં આવે તો ઘાતક બની શકે છે. આ સંક્રમણની ગંભીરતા એટલી છે કે લોકો પોતાની જોવાની ક્ષમતા ગુમાવી દે છે. આ રોગ એવા દર્દીઓમાં ખાસ કરીને જોવા મળે છે કે જેમને ડાયાબિટીસ હોય અને કોરોના મુક્ત થયા હોય અને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટિરોઇડ આપવામાં આવ્યું હોય.
શું છે મ્યુકોરમાઇકોસિસ ?
રોગ બચાવ અને નિયંત્રણ કેન્દ્ર (સીડીસી)એ જણાવ્યા અનુસાર મ્યુકોરમાઇકોસિસએ ફૂગ પ્રકારનું સંક્રમણ છે, જે મોલડ્સ(સંક્રમણ ફેલાવતું તત્વ) મ્યુકોરમાઇકોસિસના નામથી જાણીતું છે. મોલડ્સ વાતાવરણમાં હાજર હોય છે તે એવા વ્યક્તિઓને થાય છે જેમની રોગપ્રતિકારક ખૂબ જ નબળી હોય છે. આ જીવાણુઓ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી પોતાનો પ્રભાવ દેખાડે છે. આ ઉપરાંત ત્વચા પર વાગવાથી,બળવાથી અથવા તત્વચા સંબંધી કોઇ તકલીફ થવાથી આ રોગ થવાની શક્યતા રહે છે. આ એક ગંભીર બિમારી છે જે શરીરમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. બ્લેક ફંગસએ દર્દીના મગજ, ફેફસા અને ત્વચાને પ્રભાવિત કરે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દી આંખ ગુમાવી શકે છે.
સંક્રમણ અને તેના લક્ષણ
- જેમના શરીરમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધારે હોય
- કોરોનાની સારવારમાં સ્ટીરોઇડ આપવામાં આવ્યું હોય તો
- લાંબા સમય સુધી આઇસીયૂમાં રાખવામાં આવ્યા હોય
- એવા લોકો કે જે કોમોરબિડિટીના ભોગ બન્યા હોય અથવા ટ્રાન્સપ્લાન્ટસર્જરી કરાવી ચુક્યા હોય
- વોરીકૉનેજોલે થેરાપી લેતા લોકો
વધુ વાંચો:વડોદરાઃ કોરોનાના કહેર વચ્ચે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદુ