હૈદરાબાદ: યોગના અનેક સ્વાસ્થ્ય લાભો છે અને તે આપણા શરીરના તમામ અવયવોને યોગ્ય ઓક્સિજન અને લોહી પહોંચાડવાની ખાતરી આપે છે.આથી, રોજિંદા જીવનમાં યોગાભ્યાસ કરવો એ ખૂબ સારો વિકલ્પ છે, ખાસ કરીને જ્યારે રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે, જ્યારે બાળકો તેમના ઘરની બહાર નીકળી શકતા નથી.
અમારા યોગ નિષ્ણાત, રિન્કી આર્ય, વિમલ યોગના સ્થાપક (MA યોગાચાર્ય), બાળકોના ફાયદા માટે કેટલાક આસનો સૂચવે છે:
પામ ટ્રી પોઝ (તાડાસન)
આ પોઝ બાળકની ઉંચાઈ વધારવામાં મદદ કરે છે અને તેમના કરોડરજ્જુને પણ સ્ટ્રેટ કરે છે અને મજબૂત બનાવે છે.
સાઇડમાં હાથ રાખીને જમીન પર કરોડરજ્જૂ સીધી આવે તેમ ઉભા રહો. હવે શ્વાસ લો અને તમારા હાથને તમારા માથાની ઉપરથી ઉંચા કરો, તમારી આંગળીઓ અને હથેળીને છત અથવા આકાશ તરફ રાખો.
તમારા અંગૂઠા પર ઉભા રહો અને તમારા શરીરને સંતુલિત કરીને, શક્ય તેટલું પોતાને ઉપરની તરફ લંબાવો.
આ પોઝમાં થોડા સમય માટે શ્વાસને રોકી રાખો અને પછી શ્વાસ બહાર કાઢો અને પછી વખતે ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં પાછા આવો. તેને 8-10 વાર પુનરાવર્તિત કરો.
હેન્ડ ટુ ફીટ પોઝ (પાદહસ્તાસન)
આ આસન હેમસ્ટ્રિંગ, હાથ અને હિપ્સને ફ્લેક્સીબલ બનાવવામાં મદદ કરે છે, મગજને સ્ટ્રેસથી રાહત આપે છે અને જાંઘને મજબૂત બનાવે છે. તે પાચનમાં પણ મદદગાર છે.
ફ્લોર પર સીધા ઉભા રહો અને હાથને સીધા બાજુઓ પર રાખો. શ્વાસ લો અને તમારા હાથ સીધા ઉપર લાવો, જેથી તમારી હથેળી અને ચહેરો આગળ આવે. હવે શ્વાસ બહાર કાઢો અને હિપ-જોઇન્ટથી તમારી પીઠને વાળો અને નીચે જાઓ. તમારા પગને તમારા હાથથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.જો તમે તમારા પગને સરળતાથી તમારા હાથથી સ્પર્શ કરી શકો, તો તમારા માથાને તમારા ઘૂંટણ તરફ સ્પર્ષ કરવાનો પ્રયાસ કરો.