હૈદરાબાદ: જો કે, હાલમાં ભારતમાં કોવિડ 19ના કેસ (Corona case in India) ચિંતાજનક સ્થિતિમાં નથી અને દર્દીઓના સાજા થવાની ઝડપ અને ટકાવારી પણ ઘણી વધારે છે. પરંતુ ચીનમાં કોવિડના કારણે ફરી એક વખત બગડતી પરિસ્થિતિએ માત્ર ભારતને જ નહીં પરંતુ અન્ય દેશને પણ અસર કરી છે. હકીકતમાં ચીનમાં થોડા સમય માટે કોવિડ 19 BFના નવા પ્રકાર 7ના કેસ સતત ઝડપી ગતિએ વધી રહ્યા છે. આ માટે સરકાર સામાન્ય લોકોને પણ સલાહ આપી રહી છે કે, આ ચેપ શરૂ થાય તે પહેલા જ તેને ફેલાતો અટકાવવા માટે તમામ સુરક્ષા નિયમો અપનાવે. આ સાથે આપણે પમ કોરોનીથી સુરક્ષિત રહેવા માટે કેલટાક ઘરેલું ઉપાય અપનાવીએ. આ ઉપરાંત અહિં કેલટાક ઘરેલું ઉપચાર વિશે કેટલાક આયુર્વેદિક ઓષધિ (Ayurvedic medicine) પર એક નજર (home remedies to prevent corona) કરીએ.
આ પણ વાંચો:વરિષ્ઠ વૈજ્ઞાનિકે ભારત અને ચીન વચ્ચેનો જણાવ્યો તફાવત, હાઇબ્રિડ ઇમ્યુનિટી વિશે કહ્યું આ
નિષ્ણાતો શું કહે છે: કરોનાથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ગોલનું સેવન કરો. હલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ ઉપરાંત દુધ, દહિં, ઘી વગેરેનું પણ સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. નિષ્ણાતોએ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ઉકાળા બનાવી પિવા પર વધુ ભાર મુક્યો છે. ફળ અને શાકભાજીની સાથે ઉકાળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
શેનો ઉકાળો કરવો: નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉકાળામાં તુલસીના પાન, ગિલોય, મુલેઠી, ઈલાયચી, ગોળ, તજ વગેરે નાખવા. ઉકાળો પિવાથી ફેફસા મજબૂત થાય છે. કોરોના સામે ઉકાળો એક શ્રેષ્ઠ ઉપાય છે. જેનાથી રોગપ્રતિકારખ શક્તિમાં વધારો થાય છે. આ સાથે શરીરને તંદુરસ્થ રાખવામાં અન્ય પણ ઘણા ફાયદા છે. કરોનાથી બચવા માટે રોજ ઉકાળો પિવું વધુ સારૂ.
તુલસી: તુલસી એન્ટી ઓક્સિડેન્ટનું કામ કરે છે. તુલસી એક પ્રાકૃતિક ઔષધિ છે: તમે ઘણીવાર જોયું હશે કે, વડીલો હળવો તાવ કે ઉધરસ વખતે તુલસીનું સેવન કે તુલસીની ચા પીવાની વાત કરે છે. તુલસીનો ઉપયોગ માત્ર ઉધરસ અને શરદી જેવી સમસ્યાઓમાં જ નથી થતો, પરંતુ તમે તેનો ઉપયોગ તમારા ચહેરા પરથી ડાઘ-ધબ્બા દૂર કરવા માટે પણ (Use basil to improve skin) કરી શકો છો. તુલસી એક પ્રાકૃતિક ઔષધિ છે. તેમાં વિટામિન એ અને સી જેવા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત, તુલસી બીટા કેરોટીન અને એન્ટીઑકિસડન્ટોનો પણ સારો સ્ત્રોત છે.
આ પણ વાંચો:BF 7 ઝડપથી ફેલાતો વાયરસ, સામાન્ય સલામતી નિયમોની આદત પાડો
ગિલોય: Giloy નો ઉપયોગ: તાવ, પેશાબની સમસ્યાઓ, અસ્થમા, મરડો, ઝાડા, ત્વચા ચેપ, હેન્સેન રોગ (અગાઉ રક્તપિત્ત કહેવાતું), ડાયાબિટીસ, સંધિવા, કમળો, મંદાગ્નિ, આંખની સ્થિતિ માટે ઉપયોગ કરી શકાય છે.રોગપ્રતિકારક શક્તિમાં વધારો: આ હૃદય આકારની વનસ્પતિ કુદરતી રીતે એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે આપણને મુક્ત રેડિકલ અને રોગ પેદા કરતા જંતુઓ સામે લડવામાં મદદ કરી શકે છે. તે આપણા શરીરમાંથી ઝેર દૂર કરવામાં, લોહીને શુદ્ધ કરવામાં, યકૃતના રોગ અને પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે. પ્રકૃતિમાં એન્ટિપ્રાયરેટિક હોવાથી, તે ક્રોનિક તાવ સામે લડવામાં પણ મદદ કરી શકે છે અને ડેન્ગ્યુના દર્દીઓ માટે ભલામણ કરવામાં આવે છે. ગિલોય બાહ્ય કણો સામે લડવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બનાવી શકે છે.
એલચી:એલચીમાં રહેલાં પોષક તત્વો પાચન તંત્રને તંદુરસ્ત રાખે છે, પેટની ગરબડ ઘટાડે છે, એસિડિટી અને અપચા જેવી સમસ્યાથી રાહત આપે છે.ખાંસી અને ગળાના કફમાંથી રાહત મેળવવા માટે લીલી એલચીનું સેવન ફાયદાકારક છે.બ્લડ પ્રેશર ઘટાડવા ઉપરાંત તે અસ્થમાના દર્દીઓ માટે પણ ઘણી ઉપયોગી છે.લીલી એલચી આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે અને તે શરીરની ચયાપચયની ક્રિયા સુધારે છે અને ભૂખ વધારે છે.એલચીનો માઉથ ફ્રેશનર તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.આ ઉપરાંત ઉબકા અને ઊલટીની સમસ્યામાં પણ એલચી ઉપયોગી નીવડે છે.એલચીયુક્ત ચા પીવાથી પેટ અને શ્વાસ સંબંધિત તકલીફોનું નિવારણ થાય છે અને સાથે જ તે તણાવ દૂર કરવામાં અને મૂડ સુધારવામાં પણ મદદરૂપ બને છે.મોટી બદામી એલચીબદામી રંગની એલચીનું સેવન કરવાથી હૃદયના ધબકારાને નિયંત્રિત કરી શકાય છે, જેના પરિણામે બ્લડ પ્રેશરનું પણ નિયમન થઇ શકે છે. આ ઉપરાંત, તે બ્લડ ક્લોટ થતું (લોહી ગંઠાતું) અટકાવે છે.આ એલચી મોંનાં ઇન્ફેક્શન્સ અને દાંતના દુખાવામાં રાહત આપે છે. બદામી એલચીનો ઉપયોગ મોંના ચાંદા કે મોં અંદર થયેલી ઇજામાંથી છૂટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે.
તજ: નિષ્ણાતોનો જણાવ્યાં અનુસાર ઉકાળામાં તજ નાંખી પિવાથી લોહિને પાતળું કરવામાં મદદ કરે છે. જેના કારણે નસમાં લોહિનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. તજનું સેવન હૃદયના રોગોથી બચાવે છે. તજ ખાવાથી શ્વસન સંબંધી બીમારીઓ દૂર થતી નથી. કોલેસ્ટ્રોલની સમસ્યાથી બચવા માટે તજનું સેવન કરવું જોઈએ. પીરિયડ્સના દુખાવાની સમસ્યાથી બચવા માટે તજ ખૂબ જ ફાયદાકારક છે.
આ પણ વાંચો:છોકરીઓમાં વધી રહ્યુ સર્વાઇકલ કેન્સરનું જોખમ, જાણો તેના ઉપાય વિશે
ગોળ: બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. સહનશક્તિ વધારો કરે છે. આંખોની નબળાઈમાં ફાયદાકારક છે. હાડકાંને મજબૂત કરવામાં ફાયદાકારક છે.
મુલેઠી: અથવા લિકરિસ એ એક એવી જડીબુટ્ટી છે, જેને આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક ઔષધી ગણવામાં આવે છે. શિયાળામાં મૂલેથીના અનેક ફાયદા છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી સમસ્યાઓ દરમિયાન મુલેથીના સેવનથી ફાયદો થાય છે. પરંતુ મૂલેઠીના ફાયદા માત્ર આટલા સુધી જ સીમિત નથી. પાચનક્રિયા, ફેફસાને લગતી સમસ્યાઓ વગેરેમાં પણ મૂલેઠીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની શરૂઆતથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે શરદી, તાવ અને ગળામાં ખરાશ જેવી અનેક પ્રકારની ઈન્ફેક્શન ફેલાઈ જાય છે. આવી પરિસ્થિતિઓ દરમિયાન ઘણા લોકો હવામાન અને ચેપની અસરોથી બચવા માટે અને ચેપનો કેસ હોય તો ઝડપથી સ્વસ્થ થવા માટે ઘરના પ્રાચીન, કુદરતી અને આયુર્વેદિક ઉપચારોનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.