- ગર્ભવતી મહિલાઓ અંગે કરાયો અભ્યાસ
- NIAના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ હ્યુમન ડેવલપમેન્ટે કર્યું સંશોધન
- નવા જન્મતા બાળકોના વજન અંગે કરાયો અભ્યાસ
ન્યૂઝ ડેસ્કઃ એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જે મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન પ્રતિ દિવસ 200 મિલીગ્રામ કેફીનનું સેવન અથવા લગભગ બે કપ કોફી, જન્મ પછી તેમના શિશુઓમાં આકાર અને દુબળા શરીરના દ્રવ્યમાનમાં સમાન અભાવ જોવા મળી છે. માનવામાં આવે છે કે, કેફીન ભ્રુણ માટે જોખમને વધારે છે.
આ પણ વાંચોઃફેવરીટીઝમ બધા વ્યવસાયોમાં છે: અભિનેતા અમિત સાધ
નાના આકારના જન્મેલા શિશોઓમાં મેદસ્વીપણા જેવી બીમારીનું જોખમ
નાના આકારના જન્મેલા શિશોઓમાં મેદસ્વીપણુ, હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ હોઈ શકે છે. NIHના યુનિસ કેનેડી શ્રાઈવર નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટના શોધકર્તા કેથરિન એલ. ગ્રાન્ટ્સે કહ્યું હતું કે, અભ્યાસના પરિણામ એ જ બતાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન કેફીનયુક્ત પીણાને મર્યાદિત કે પ્રતિબંધ કરવું જરૂરી થઈ શકે છે. JAMA નેટવર્ક ઓપનમાં પ્રકાશિત અભ્યાસ માટે A ટીમે 12 ડાયગ્નોસ્ટિક સ્થળ પર 2,000થી વધારે વંશીય અને જાતીય રૂપથી વિવિધ મહિલાઓના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમનું ગર્ભાવસ્થાના 8થી 13 અઠવાડિયા સુધી અવલોકન કરવામાં આવ્યું હતું. ગર્ભાવસ્થાના 10થી 13 અઠવાડિયા સુધી મહિલાઓએ લોહીનો નમૂનો આપ્યો હતો. ત્યારબાદ કેફી અને પેરાક્સેન્થિન માટે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જ્યારે કેફીન શરીરમાં જાય છે તો એક કમ્પાઉન્ડ ઉત્પન્ન થાય છે.