- એક સ્વસ્થ જીવન આજની જરૂરીયાત
- આપણી જૂની પરંપરાઓ ખૂબ જ ઉપયોગી
- જીવન જીવવા માટે ઉપયોગી છે ભારતીય પરંપરા
ન્યૂઝ ડેસ્ક: પારંપરિક ભારતીય પ્રથાઓ અને જીવન જીવવાની રીતથી જીવન લાંબુ જીવવામાં મદદ મળે છે. એક સ્વાસ્થ્ય જીવ જીવવા માટે, રોગ મુક્ત ખુશહાલ જીવન જીવવા માટે કેટલીક પરંપરાઓ પેઢીઓથી ચાલી આવી છે. આજે આપણે જે જીવન જીવી રહ્યાં છીએ તે આ જીવનશૈલીથી ખૂબ જ દૂર છે જે આજથી 50 વર્ષ પહેલાં આપણે જીવી રહ્યાં હતાં. ઘણું સંરક્ષિત કરવાની જરૂર હતી. અહીંયા કેટલીક રીતને નિર્દેશિત કરવામાં આવી છે જે જીવન શૈલીને સુધારવામાં મદદ રૂપ થશે અને પ્રકૃતિ સાથે એક ગાઢ સંબંધ વિકસાવવામાં મદદ રૂપ થશે.
ઉઘાડા પગે ચાલવું:આખો દિવસ ફેન્સી ચંપલ પહેરીને ફરવાની જગ્યાએ અમે તેમને બીજી સલાહ આપીશું. નિયમ હતો કે ઘરમાં કોઇ ચંપલ પહેરીને નહીં ફરે. બદલાતા સમય સાથે ડાયાબિટીસ અને અન્ય બિમારીઓના કારણે હવે લોકો પાસે વિકલ્પ જ નથી. કહેવાય છે કે લોકોએ ખુલ્લા પગે જ ચાલવાનો પ્રયત્ન કરવો જોઇએ જ્યારે પણ ઝાકળ હોય. જે તમે ઉઠો તે પહેલા જોવા મળે છે. આ સાંધાના દુખાવાને ઓછો કરે છે. સ્નાયુઓના તાણને ઓછો કરે છે. તમારે બસ નિયમિત રીતે પહેરતા ચંપલમાંથી મુક્તિ મેળવવાની છે.
વધુ વાંચો:શું ફળોના સેવનથી વજન વધે છે?
સોના અથવા ચાંદીના ઘરેણાં પહેરો: આપણે ત્યાં જન્મ પછી બાળકના કર્ણછેદનની પરંપરા છે જેનું પાલન તમામ ભારતીય કરે છે. સોના અને ચાંદીના ઘરેણા પહેરવાથી શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે. ચિંતા અને તાણ ઓછી થાય છે અને મૂડ ઠીક કરવામાં પણ મદદ મળે છે. અમે પ્લાસ્ટિકનો કચરો પહેરવાની જગ્યાએ ઘાતુના ઘરેણા પહેરવાની સલાહ આપીએ છીએ.