વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના સૌથી મોટું રેવન્યુ ગામ ગણાતા સોળસુમ્બા ગામના સરપંચે 15 જેટલા યુવાનો વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે સરપંચ અમિત પટેલે જણાવ્યું હતું કે, ગામના કેટલાક યુવાનો છેલ્લા બે અઢી મહિનાથી ગામની પંચાયત અને સરપંચ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ડમી એકાઉન્ટ બનાવી ખોટી અફવાઓ ફેલાવતા હતાં.
સોળસુમ્બા ગામના સરપંચ પર યુવાનોને સ્ટીકથી કર્યો જીવલેણ હુમલો આ અંગે આ યુવાનોને સાયબર ક્રાઈમની ગંભીરતા સમજાવી ચેતવ્યા હતાં. તેમ છતાં ભડકાઉ પોસ્ટ કરતા હતાં. જે સંદર્ભે ફરી એકવાર તેમને સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મળવાના બહાને અમિત પટેલને ત્યાં શખ્સો જવા નિકળ્યા હતા અને 15 જેટલા યુવાનોએ અમિત પટેલ પર સ્ટીકથી જીવલેણ હુમલો કર્યો હતો.
આ ઘટનામાં અમિત પટેલને માથાના અને છાતીના ભાગે તેમજ તેમના મિત્રને આંખના ભાગે સ્ટીક વાગતાં ગંભીર ઇજાઓ થઈ હતી. જે અંગે ગામના આ 15 જેટલા યુવાનો વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સોળસુમ્બા ગામના સરપંચ પર યુવાનોને સ્ટીકથી કર્યો જીવલેણ હુમલો ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પરની ટિપ્પણીની આ બબાલ અંગે જે મારામારીનો વીડિયો ઉતારી ગામના યુવાનોએ વાઇરલ કર્યો હતો. જેમાં સરપંચ અમિત પટેલ તેમને ઘરે મારવા આવ્યો હોવાની બુમરાણ મચાવી સરપંચને બેફામ ગાળો આપી ધક્કો માર્યો હતો. તેમજ તેના ઘરને પણ સળગાવી નાખીશું તેવી ધમકીઓ આપતા નજરે પડ્યા હતા. આ જોતા કેટલાક યુવાનો માથાભારે ફલિત થયા હતા.