ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ રેડક્રોસ સોસાયટી દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ, 20 સંસ્થાનું અભિવાદન કરાયું

વલસાડના રક્તદાન કેન્દ્ર ખાતે મંગળવારના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમા કોરના કાળ દરમ્યાન લોકડાઉનના સમયમાં HIV પોઝિટિવ લોકો માટે સર્વાંગી પ્રકારે સાહિયોગ કરનાર તમામ સંસ્થાને અભિવાદન કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમ્યાન 20 જેટલી સંસ્થા દ્વારા HIV લોકો માટે દરેક પ્રકારે મદદ કરવામાં આવી હતી, જેમને આજે સન્માનિત કરવામાં આવ્યા

વલસાડ રેડક્રોસ સોસાયટી દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ
વલસાડ રેડક્રોસ સોસાયટી દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ

By

Published : Dec 2, 2020, 3:17 PM IST

  • રેડક્રોસ સોસાયટી દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી
  • વલસાડ જિલ્લામાં 2485 એઇડ્સ દર્દીઓ છે જે સમયાંતરે સારવાર લઈ રહ્યા છે
  • જિલ્લામાં 773 દર્દીના એચઆઈવીને કારણે મોત

વલસાડઃમંગળવારના રોજ વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એચઆઈવી દર્દીઓ માટે કામ કરી રહેલી 20થી વધુ સંસ્થાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાંગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઇન્ડીયન રેડકોર્સ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ જિલ્લા ક્ષય અને એચઆઈવી ઓફિસર વલસાડ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગ રહ્યો હતો.

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડના માનદ પ્રધાને એઇડ્સ દિવસનું મહત્વ સમજાવ્યું હતું

વલસાડ જિલ્લામાં 20થી વધુ સંસ્થા એચઆઈવી પોઝિટિવ માટે કામગીરી કરી રહી છે અને કોરોનાકાળ દરમ્યાન વિશેષ સેવા આપવામાં આવેલ સંસ્થાનું આજે અભિવાદન કરવામાં આવ્યું હતું.

વલસાડ રેડક્રોસ સોસાયટી દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ જિલ્લામાં એચઆઈવીને કારણે 773 દર્દીના મોત થયા

વલસાડ જિલ્લામાં રેડક્રોસ સોસાયટી અને અન્ય સંસ્થાઓ દ્વારા એચઆઈવી પોઝિટિવ દર્દીને શોધી તેમને સારવાર આપવામાં આવે છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 56,000 જેટલા એચઆઈવી ટેસ્ટ કરવામાં આવ્યાં છે, જેમાં કુલ 244 જેટલા એચઆઈવી પોઝિટિવ દર્દી નોંધાયા છે, એટલે કે જિલ્લામાં પોઝિટીવી દર્દીની 0.44 ટકા છે.

વલસાડ રેડક્રોસ સોસાયટી દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ

ગર્ભવતી મહિલાઓના 31,324 ટેસ્ટ કરાયા

એચઆઈવી પોઝિટિવ છે કે નહીં તે માટે વલસાડ જિલ્લામાં એક વર્ષમાં અત્યાર સુધીમાં ગર્ભવતી મહિલાઓના 31,324 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 19 જેટલી ગર્ભવતી મહિલા પોઝિટિવ નોંધાઈ છે. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટીના ડો.યઝદી ઇટાલિયા, GMERS મેડિકલ કોલેજના ડિન ડો.ગુલાબ ભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય આધિકારી અનિલ પટેલ, ટીબી અને એચઆઈવી ઓફિસર ડો. ચોવીસા, ડો.કમલ પટેલ તેમજ ભાવેશ રાઈચા સહિત અનેક અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details