- તારીખ 30 ના રોજ યુ કેથી આવેલી મહિલાનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ
- ભારત આવતા જ તેમનું સેમ્પલો લેવાયા હતાં જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડ્યું
- આરોગ્ય વિભાગે મહિલાને કોરેન્ટાઇન કરવાની કામગીરી આરંભી ભારત પોહચ્યા બાદ કરાયું હતું ટેસ્ટિંગ
વલસાડઃ હાલમાં બ્રિટનમાં કોરોના વાયરસનું નવું રૂપ જોવા મળ્યું છે ત્યારે ભાર માં આવનાર પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. તેવે સમયે વલસાડમાં યુકેથી આવેલી મહિલા કોરોના પોઝિટિવ આવતાં ચકચાર મચી ગઇ છે.
- વાયરસનું સ્ટ્રેન જાણવા સેમ્પલો લઈ પૂના મોકલાયા
પારડીની ગાયત્રી સોસાયટીમાં 66 વર્ષીય મહિલા પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. તેઓ 30 તારીખે યુ કેથી આવ્યાં હતાં. મહિલા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વાઇરસનું સ્ટ્રેન જાણવા આવતીકાલે સેમ્પલો લઈ NIV પૂણે ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યાર બાદ વાઇરસના સ્ટ્રેન વિશે જાણકારી મળશે મહિલાના સમ્પર્કમાં આવેલ લોકો કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.