ગુજરાત

gujarat

ETV Bharat / state

Vibrant Gujarat વાઇબ્રન્ટ ગુજરાત થકી સૌથી વધુ મૂડી રોકાણ થયું છે :- નાણાપ્રધાન કનુ દેસાઈ - Finance Minister Kanu Desai

ગુજરાત રાજ્યના પ્રધાનમંડળમાં નાણાપ્રધાનનો હવાલો મળવા બદલ કનુભાઈ દેસાઈનું તેમજ વાપી GIDC નો પાયો નાખ્યા બાદ ઔદ્યોગિક ક્ષેત્રે અનેક પ્રગતિના શિખરો સર કરનાર રજ્જુભાઈ શ્રોફને "પદ્મભૂષણ એવોર્ડ" મળ્યા બદલ વાપીમાં "રોટરી ક્લબ ઓફ વાપી" (Rotary Club Of Vapi) અને અન્ય ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા બહુમાન કરાયું હતું. આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં શરૂ કરાયેલ વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) બાદ રાજ્યમાં સૌથી વધુ મૂડી રોકાણ થયું (Increase Investment In Gujrat) છે.

Vibrant Gujarat વાઇબ્રન્ટ ગુજરાત થકી સૌથી વધુ મૂડી રોકાણ થયું છે :- નાણાપ્રધાન કનુ દેસાઈ
Vibrant Gujarat વાઇબ્રન્ટ ગુજરાત થકી સૌથી વધુ મૂડી રોકાણ થયું છે :- નાણાપ્રધાન કનુ દેસાઈ

By

Published : Dec 5, 2021, 4:41 PM IST

  • વાપીમાં પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર રજ્જુ શ્રોફનું સન્માન
  • નાણાપ્રધાન બનવા બદલ કનુભાઈનું સન્માન કરાયું
  • રોટરી ક્લબ સહિતની સંસ્થાઓએ કર્યું સન્માન

વાપી:-વલસાડ જિલ્લાના વાપીમાં 50 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ 'રોટરી ક્લબ ઓફ વાપી' (Rotary Club Of Vapi) દ્વારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનું અને પદ્મભૂષણ એવોર્ડ મેળવવા બદલ ઉદ્યોગપતિ રજનીકાંત (રજ્જુ) શ્રોફનું બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમ દરમ્યાન શ્રોફ દંપતી તરફથી રોટરી પરિવારને સતત મળેલી મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષ 2003માં શરૂ કરાયેલ વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) બાદ રાજ્યમાં સૌથી વધુ મૂડી રોકાણ થયું (Increase Investment In Gujrat) છે.

Vibrant Gujarat વાઇબ્રન્ટ ગુજરાત થકી સૌથી વધુ મૂડી રોકાણ થયું છે :- નાણાપ્રધાન કનુ દેસાઈ

કનું દેસાઈ અને રજ્જુ શ્રોફનુ બહુમાન કરાયું

વાપીમાં જ્ઞાનધામ શાળાના ઓડિટોરિયમમાં રોટરી ક્લબ ઓફ વાપી(Rotary Club Of Vapi) અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા વાપીનું નામ રોશન કરનાર 2 મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન વાપીના ધારાસભ્ય અને હાલમાં રાષ્ટ્રપતિના હસ્તે 'પદ્મભૂષણ એવોર્ડ' મેળવનાર રજ્જુ શ્રોફ અને રાજ્યના નાણાપ્રધાન બનેલા કનું દેસાઈનું બહુમાન કરાયું હતું. સન્માન કાર્યક્રમમાં બંને મહાનુભાવો ઉપરાંત રજ્જુ શ્રોફના પત્ની સાંદ્રા શ્રોફને રેડકાર્પેટ પરથી ફુલોના વરસાદ સાથે સંગીતના સથવારે સ્ટેજ પર સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:Vibrant Gujarat 2022: પ્લાસ્ટિક અને પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ મોટા પ્રમાણમાં આવશે ગુજરાત, કલોલ અને સુરેન્દ્રનગરમાં ક્લસ્ટર બનશે

ગુજરાત સૌથી વધુ મૂડી રોકાણ ધરાવતું રાજ્ય બન્યું

આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું કે, રોટરી ક્લબ ઓફ વાપી અહીં 50 વરસથી આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે અનોખી સેવા પ્રદાન કરે છે. તેમાં વાપીના ઉદ્યોગપતિઓનો સતત સહકાર મળે છે. શ્રોફ દંપતીનો ખુબ મોટો ફાળો રહ્યો છે. ત્યારે રજ્જુ ભાઈ શ્રોફને મળેલા પદ્મભૂષણ એવોર્ડ બદલ અને પોતાને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ આ સન્માન કરવામાં આવ્યું છે. જ્યારે વાપી GIDCમાં શરૂઆતની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, શરૂઆતમાં GIDCની રચના થઈ ત્યારે પૂરતી વ્યવસ્થા નહોતી. આજે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એમાં પણ 2003માં નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત બાદ રાજ્યમાં ખૂબ વિકાસ થયો છે. અને દેશમાં ગુજરાત સૌથી વધુ મૂડી રોકાણ ધરાવતું રાજ્ય બન્યું છે.

આ પણ વાંચો:Vibrant Gujarat 2022 Startup Ecosystem : દેશવિદેશની 75 જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓ ભાગ લેશે

જ્યારે રજજુ ભાઈ શ્રોફે તમામનો આભાર વ્યક્ત કર્યો

જ્યારે રજજુ ભાઈ શ્રોફે તમામનો આભાર વ્યક્ત કરતા પોતાનું વક્તવ્ય આપ્યું હતું. અને 70ના દાયકામાં જ્યારે વાપીમાં UPL કંપની સ્થાપી ત્યારે કેવી પરિસ્થિતિ હતી. કેન્દ્રમાં સરકારનું ઉદ્યોગપતિઓ પ્રત્યે કેવું વલણ હતું, કેવી રીતે કંપનીને ઉભું કરી, અને વાપીનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું તેની સ્મૃતિઓ વાગોળી હતી તેમજ હાલમાં નરેન્દ્ર મોદી સરકારની ઉદ્યોગકારો, ખેડૂતો પ્રત્યે કેવી ઉદારતા છે. તે અંગે ભરપૂર વખાણ કરી વાપી સહિતની GIDCમાં હેઝાર્ડ કેમિકલ પ્રત્યે સભાન બનવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details