કપરાડા કોલેજ NSSના સહયોગથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત 'આપણું કપરાડા સ્વચ્છ કપરાડા' ના સૂત્ર સાથે કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર કપરાડામાં રેલીને ફેરવી હતી. આ રેલીનો પ્રારંભ તાલુકા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યો હતો. કપરાડા સરકારી કોલેજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે આ રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓ કપરાડાના વિવિધ વિસ્તારોમાં પાંચથી છ વિદ્યાર્થીઓની ટુકડી બનાવી સાફ સફાઈ પણ કરી હતી. તેમજ લોકોને સ્વચ્છતા રાખી તેના ફાયદા અંગેની જાણકારી આપી હતી.
કપરાડા કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વલસાડ: કપરાડાની સરકારી કોલેજના NSSના વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા માટે સ્વચ્છતા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રેલી નુક્કડ નાટક અને સ્વચ્છતા અભિયાન પણ આયોજન કરાયું હતું.
વધુમાં લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા માટે એક નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના દ્વારા સમાજમાં એક મેસેજ આપી શકાય કે, સ્વચ્છતા લાવવાથી રોગોને દૂર રાખી શકાય છે. અને તેના લીધે લોકોની તંદુરસ્તી પણ સારી રહે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ જોડાયા હતા.
કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન ખૂબ જ મહત્વનું અભિયાન છે. જેના દ્વારા દરેક શહેર, ગામ કે, નગરપાલિકાના દરેક વિસ્તારમાં સ્વચ્છતા વધવાથી રોગોનો જડમુળથી નાશ કરી શકાશે.