વાપીઃ શહેરમાં ત્રણેક દિવસથી વલસાડ પોલીસની અલગ-અલગ ટીમ બનાવી ડ્રોન કેમેરાથી શહેર પર આકાશી નજર રખાઈ રહી છે.
જેમાં શુક્રવારે સાંજે વાપીના સર્કિટ હાઉસથી ગીતાનગર સહિતના વિસ્તારોમાં નજર રખાઈ હતી. પરંતુ લોકોમાં લોકડાઉનની જાગૃતિ હોય કોઈ કેસ નોંધાયો નહોતો.

જ્યારે જાહેરનામા ભંગના 4 કેસ અને 7 વાહન ડિટેઇન કરવામાં આવ્યાં હતાં.
વાપીમાં અલગ અલગ વિસ્તારમાં દરેક મુખ્ય માર્ગો પર બેરીકેટ લગાડી લોકડાઉનનું ચુસ્ત પાલન કારવાઈ રહ્યું છે. વલસાડ પોલીસ દ્વારા તમામ મુખ્ય માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ જે લોકો સોસાયટીઓમાં કે બહુમાળી ઇમારતોની અગાસી પર ટોળે વળે છે તેવા લોકોને કાયદાનો પાઠ ભણાવી ઘરમાં રહેવાની ફરજ પાડી શકાય અને તેવા લોકો સામે જાહેરનામા ભંગ હેઠળ ફરિયાદ પણ કરી શકાય તેવા આશયથી હવે વલસાડ પોલીસ ડ્રોન કેમેરાના સહારે પણ શહેર પણ ચાંપતી નજર રાખી રહી છે.