19મી ફેબ્રુઆરીએ જાહેર થનારા ગુજરાત સરકારના બજેટ અંગે ETV ભારતે વાપી GIDCના ઉદ્યોગકારો કેવી આશા અપેક્ષા રાખે છે. તે અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે જે રીતે કેન્દ્ર સરકારના બજેટમાં MSME સેક્ટરને આવરી લેવામાં આવ્યું છે. તે જ રીતે તેમાં સ્પેશ્યલ સ્કીમ જાહેર કરી સ્માર્ટ GIDC, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સાથે સાહસિક યુવા ઉદ્યોગકારો માટે વિશેષ ફંડની જોગવાઈ કરવી જોઈએ.
બજેટમાં વાપીના ઉદ્યોગકારોની વિશેષ માંગો... - GIDC
વાપી: વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં મહત્વની ગણાતી વાપી GIDCમાં આવેલા કેમિકલ, ડાઈઝ, ફાર્મા અને પેપરમિલ ઉદ્યોગ સારા પ્રમાણમાં ગ્રોથ કરતા હોવાનું જણાતા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ આ બજેટમાં કેન્દ્ર સરકારના બજેટની જેમ MSME સેક્ટરમાં નવી સ્કીમ જાહેર કરી સ્માર્ટ GIDC અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ સાથે સાહસિક ઉદ્યોગકારો માટે વિશેષ ફંડની જોગવાઈ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં લગભગ 45 ટકા મેન્યુફેક્ચરિંગમાં GSDP સહભાગી છે. જે અંતર્ગત વાપીમાં પણ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો ધમધમે છે. જેમાં નવા આવનારા ઉદ્યોગકારો માટે જરૂરી લાયસન્સ એપ્લિકેશન પોલિસીને માટે નિયત સમયગાળો નક્કી કરાઇ, ગ્રીન ઝોન કે ઓરેન્જ ઝોનમાં આવતા ઉદ્યોગો માટે ખાસ કેટેગરી નક્કી કરાઇ, ટેકસ્ટાઈલ્સ કે ડાયમંડ સેકટર માટે જે ટેક્નિકલ કમિટી, રીવ્યુ કમિટી કે એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવે છે. તેમાં વિશ્વસનીયતાનું ધોરણ રાખવામાં આવે અને જે લાંબા સમયની પ્રોસેસ છે. તેને ત્રણ મહિનામાં લઇ આવવાની પોલીસી જાહેર કરવી જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી.