ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરીબોને સહાય કરવા કોઈ ન આવતા નગરસેવકે જાતે જ 1200 ગરીબોને આપી રાશન કીટ

વાપી નગરપાલિકાના વોર્ડ નંબર-6ના નગરસેવક પીરું મકરાણી અને તેની ટીમ દ્વારા ગરીબ વિસ્તારમાં લોકોને સહાય કરવાની વહીવટીતંત્ર અને વાપી ઉદ્યોગકારો સામે રજૂઆત કરાઈ હતી. જે બાદ માત્ર વાતોના વડા જ સાંભળવા મળતા પોતે જ લોકડાઉનમાં મુસીબત વેઠતા 1200 પરિવારોના ઘરે જઈ રાશન કીટ આપી માનવતાની મિશાલ આપી છે.

By

Published : Apr 3, 2020, 3:45 PM IST

vapi Councillor help to 1200 poor People
ગરીબોને સહાય કરવા કોઈ ન આવતા નગરસેવકે જાતે જ 1200 ગરીબોને આપી રાશન કીટ

વાપી: વાપી નગરપાલિકાના વોર્ડ નંબર-6ના નગરસેવક પીરું મકરાણી અને તેની ટીમ દ્વારા ગરીબ વિસ્તારમાં લોકોને સહાય કરવાની વહીવટીતંત્ર અને વાપી ઉદ્યોગકારો સામે રજૂઆત કરાઈ હતી. જે બાદ માત્ર વાતોના વડા જ સાંભળવા મળતા પોતે જ લોકડાઉનમાં મુસીબત વેઠતા 1200 પરિવારોના ઘરે જઈ રાશન કીટ આપી માનવતાની મિશાલ આપી છે.

ગરીબોને સહાય કરવા કોઈ ન આવતા નગરસેવકે જાતે જ 1200 ગરીબોને આપી રાશન કીટ

વાપીના ગીતાનગર સહિતના સ્લમ વિસ્તારમાં હજારો એવા પરિવારો છે. જે રોજનું રોજ કમાઈને ખાઇ છે, ત્યારે કોરોના મહામારીથી બચવા દેશમાં લોકડાઉન જાહેર કરતા આ લોકોની પરિસ્થિતિઓ કપરી બની હતી, પહેલા આવા ગરીબ લોકોને મદદ કરવા વહીવટીતંત્ર સમક્ષ અને GIDCના ઉદ્યોગકારો સમક્ષ મદદની ટહેલ નાખી હતી, પરંતુ તમામ તરફથી માત્ર આશ્વાસન મળતા વાપીના વોર્ડ નંબર 6ના નગરસેવક પીરું મકરાણીએ જાતે જ 1200 જેટલા પરિવારોને 8 દિવસ ચાલે એટલું રાશન આપી શુક્રવારે બીજા 8 દિવસ ચાલે તેટલું રાશન ગરીબોના ઘરે ઘરે વિતરણ કરી અનોખી મિશાલ આપી છે.

ગરીબોને સહાય કરવા કોઈ ન આવતા નગરસેવકે જાતે જ 1200 ગરીબોને આપી રાશન કીટ
આ અંગે પીરું મકરાણીએ જણાવ્યું હતું કે, સરકાર અને વાપી GIDCના ઉદ્યોગકારો આગળ ન આવ્યા એટલે અમે આ ગરીબોની વ્હારે આવ્યા છીએ. લોકડાઉન દરમિયાન ઘરકામ કરનારા અને કારખાનામાં કામ કરનારા કામદારોના પરિવારો પર મુસીબત આવી છે. વાપીના ઉદ્યોગકારો ધારે તો વાપીની જનતાને આખું વર્ષ ખવડાવી શકે તેટલા સક્ષમ છે, પરંતુ તેઓની દાનત માત્ર કમાવાની છે, જ્યારે વહીવટીતંત્ર માત્ર આવા લોકોને છાવરીને પોતાના ઘર ભરી રહ્યાં છે. આવા કપરા સમયે લોકોને મદદરૂપ થવું એ જ સાચો માનવધર્મ છે.પીરું મકરાણી અને તેમની ટીમના સભ્યો દ્વારા 1200 પરિવારો માટે 8 દિવસ ચાલે તેટલું રાશન વિતરણ કર્યું છે. જેમાં ચોખા, દાળ, લોટ, કાંદા બટાકા સહિતની સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details