ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડઃ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર

છેલ્લા ત્રણ માસથી સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઇ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સોમવારે રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા છ માસમાં ભારતીય જનતા પાર્ટીએ લોકોની કમર તોડી નાંખી છે, અને દિન-પ્રતિદિન એકસાઇઝ ડયુટીમાં વધારો કરી લોકોને પડ્યા પર પાટુ મારીને મુશ્કેલીમાં મૂકી દીધા છે, યુથ કોંગ્રેસના યુવાનોએ સાયકલ પર સવાર થઇ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

Youth Congress Committee
વલસાડઃ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર

By

Published : Jun 30, 2020, 1:31 AM IST

યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર

  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ પાઠવ્યું આવેદન પત્ર
  • કાર્યકરો સાઇકલ પર સવાર થઇ મામલતદાર કચેરી પહોચ્યા
  • સાઇકલ પર વિવિધ બેનરો સાથે ચૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

વલસાડઃ છેલ્લા કેટલાય દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થઈ રહ્યોં છે, ત્યારે જેનો વિરોધ સોમવારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના યુવાનો દ્વારા કરાયો હતો. યુથ કોંગ્રેસના યુવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વલસાડઃ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર

વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલા યુવાનો સાઈકલ પર સવાર થઇને મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા, અને તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરી ભારતીય જનતા પાર્ટી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર ગેર વ્યાજબી રીતે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. 2014માં મે માસમાં ભાજપ સત્તા ઉપર આવ્યાં બાદ પેટ્રોલ અને એક્સાઈઝ ડયૂટીમાં 9.20 પ્રતિ લિટરે અને ડીઝલ ઉપર 3. 46 પૈસા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો છે, છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ ઉપર 23.78 અને ડીઝલ ઉપર 28.37 પ્રતિ લિટરે એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે, જે કમર તોડ છે.

વલસાડઃ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર

નોંધનીય છે કે સોમવારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના યુવાનો કોંગ્રેસ કાર્યાલય થી વિવિધ સૂત્રોચ્ચાર સાથે સાયકલ પર નીકળીને રાષ્ટ્રપતિના સંબોધીને આવેદન પત્ર વલસાડ મામલતદારને આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details