વલસાડઃ જિલ્લો ફળોના રાજા કેરી અને ખાસ કરીને હાફૂસ કેરી માટે જાણીતો છે અને એપ્રિલ મેં અને જૂન માસએ આંબાવાડી ધરાવતા ખેડૂતો માટે મહત્વના મહિના છે. પરંતુ કોરોનાને કારણે બે મહિના સતત લોકડાઉન રહેતા વલસાડ ST ડેપો દ્વારા લોકો જે પોતાના સ્વજનોને કેરીના પાર્સલ કરતા હતા, તે પાર્સલ મોકલવમાં પણ ઘટાડો નોંધાયો છે અને વલસાડ ST વિભાગની પાર્સલ સેવાને મોટી ખોટ સહન કરવી પડી રહી છે. રેગ્યુલર સમયમાં જ્યાં દર વર્ષે કેરીના રોજિંદા 600 પાર્સલ મોકલવામાં આવતા હતા તેની સામે આ વર્ષે છેલ્લા બે માસથી રોજિંદા માત્ર 60થી 70 કેરીના પાર્સલ બસમાં જઇ રહ્યા છે. જેને લઈને ST વિભાગને આવકની મોટી ખોટ પડી છે.
વલસાડ ST ડેપોને કેરીના પાર્સલમાં પડ્યો મોટો ફટકો - valsad latest news
કોરોનાની મહામારીમાં બે મહિના સતત લોકડાઉન રહેતા વલસાડ ST ડેપો દ્વારા લોકો જે પોતાના સ્વજનોને કેરીના પાર્સલ કરતા હતા, તે પાર્સલ મોકલવમાં પણ ઘટાડો નોંધાયો છે અને વલસાડ ST વિભાગની પાર્સલ સેવાને મોટી ખોટ સહન કરવી પડી રહી છે. જેથી એસટી બસની આવકને મોટી ખોટ પડી છે.
જેમાં દર વર્ષે જ્યાં 25 એપ્રિલથી કેરીના પાર્સલો ST મારફતે સુરત અમદાવાદ વડોદરા આણંદ જેવા શહેરોમાં મોકલવાની પડાપડી થતી હતી. તેમાં દર વર્ષે રોજિંદા 500થી 600 બોક્ષ એટલે કે, સામાન્ય રીતે 500 બોક્ષ પ્રતિ બોક્ષ 10 કિલોના 180 રૂપિયા ગણતરી કરીએ તો રોજના 90 હજાર રૂપિયાની આવક STને માત્ર કેરીના પાર્સલોથી થતી હતી. પણ આ વર્ષે કોરોનાને કારણે લોકડાઉન થઈ જતા ST સેવા બંધ થઈ ગઈ જે બાદ અનેક વાહનો અટવાઇ ગયા હતા.
બાદમાં જ્યારે લોકડાઉનમાં છૂટ આપવામાં આવ્યા બાદ પાર્સલ સેવા શરૂ થઈ છે, ત્યારે ગત વર્ષ કરતા સીધી 90 ટકા જેટલી ખોટ વર્તાઈ રહી છે. વર્તમાન સમયમાં માત્ર રોજના 60થી 70 પાર્સલો કેરીના મોકલવામાં આવી રહ્યા છે. એટલે કે, દર વર્ષે જ્યાં રોજિંદા આવક 90 હજાર હતી, તે ઘટીને હાલમાં રોજની 12 હજાર થઈ ગઈ છે એટલે કે, સીધી ત્રણ ગણી ખોટ વર્તાઈ રહી છે.
મહત્વનું છે કે, વલસાડ અને વાપી ડેપો મળીને લોકડાઉન ખુલ્યા બાદ કુલ 6 જેટલી બસો ઉત્તર ગુજરાત તરફ દોડી રહી છે. એમાં વલસાડ-મહેસાણા, વલસાડ-ઇડર, વલસાડ-પાલનપુર, નારગોલ-અમદાવાદ, વાપી-પાટણ, વલસાડ-ખેરાલુ આ બસોમાં કેરીના પાર્સલો મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં ST વિભાગ દ્વારા કેરીના પાર્સલ 10 કિલોમાં રૂપિયા 180, જ્યારે 20 કિલોના 250 રૂપિયા લેવામાં આવે છે.
નોંધનીય છે કે, દરેકના ધંધા વ્યવસાય ઉપર લોકડાઉનની સીધી અસર થઈ છે, ત્યાં વલસાડ ST ડેપોમાં મોકલવામાં આવતી કેરીના પાર્સલ સેવામાં પણ મોટી ખોટ ST ડેપોને પડી રહી છે.