ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad Rain : વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગથી હાઇવે પર વાહનો મંથર ગતિએ થયા - Meteorological department forecast rain

વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે 10 જેટલા માર્ગો બંધ થયા છે. ભારે વરસાદના પગલે નેશનલ હાઇવે નંબર 8 પર પાણી ફરી વળતા વાહનો મંથર ગતિએ થયા હતા. તો બીજી તરફ વલસાડ જિલ્લાને રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યો છે.

Valsad Rain : વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગથી હાઇવે પર વાહનો મંથર ગતિએ થયા
Valsad Rain : વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગથી હાઇવે પર વાહનો મંથર ગતિએ થયા

By

Published : Jul 19, 2023, 6:02 PM IST

વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગથી હાઇવે પર વાહનો મંથર ગતિએ થયા

વલસાડ : હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. અનેક જગ્યા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાપી શહેરી વિસ્તારના અનેક નીચાણવાળા ક્ષેત્રોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. કેટલીક સોસાયટીમાં તો અંડર બ્રિજ તેમજ નેશનલ હાઇવે નંબર 48 મુંબઈ અમદાવાદ ઉપર ઉદવાડા અને પારડીની વચ્ચે વરસાદી પાણી હાઇવે પર ચડી ગયા હતા. જેને પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વલસાડ જિલ્લો રેડ એલર્ટ પર :ગુજરાત હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ નોંધાવાની શક્યતા છે. જેને પગલે અન્ય જિલ્લાની સાથે સાથે વલસાડ જિલ્લાને પણ રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યો છે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જોકે ગત 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં અનેક જગ્યાઓ પર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે.

વરસાદી પાણી ભરાયા :વાપીમાં ભારે વરસાદ વરસવાને કારણે વાપીના ચલા ક્ષેત્રમાં દમણ રોડ પર આવેલા વિવિધ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. સોસાયટીના ગેટ અને સોસાયટીના ભોંય તળિયે વરસાદી પાણી એક ફૂટ સુધી ભરાયા છે. જેના કારણે સોસાયટીમાં રહેતા રહીશોને આમંત્રણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત નેશનલ હાઇવે નંબર 48 અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. તેથી વાહનો મંથર ગતિએ આગળ ચાલતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ :જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડ તાલુકામાં 2 ઇંચ, ધરમપુરમાં 1.6 ઇંચ, પારડીમાં 13 એમએમ, કપરાડામાં 1.28 ઇંચ ઉમરગામમાં 2 ઇંચ અને વાપીમાં 4.26 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં ખાબક્યો છે.

માર્ગો ઓવરલેપિંગને કારણે બંધ થયા : વહીવટી તંત્રની એક યાદીમાં જણાવ્યા અનુસાર ભારે વરસાદ કારણે જિલ્લાના 10 જેટલા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વલસાડ તાલુકાના 7, ઉમરગામના 2 અને કપરાડાના 1 માર્ગનો સમાવેશ થાય છે. મેઘરાજાએ વલસાડ જિલ્લામાં ગઈકાલે સાંજથી તોફાની બેટિંગ કરી વાપી શહેરને ભમરોલી નાખ્યું છે અને હજુ પણ બે દિવસ વધુ વરસાદ વરસે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

  1. Gir Somnath Rain : તાલાલામાં હોસ્પિટલમાં 3થી 4 ફૂટ પાણી ભરાતા, દર્દીઓ મુશ્કેલીમાં જોવા મળ્યા
  2. Rajkot Rain: ધોરાજીમાં આભ ફાટ્યું, 10 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદીમાં ફેરવાતા વાહનો તરતા થયા
  3. Gir Somnath Rain : સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ, કેશોદમાં બાળકોને સુરક્ષિત કાંઠે લાવવા લોકોએ માનવ સાંકળ રચી

ABOUT THE AUTHOR

...view details