ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ નગરપાલિકાના સભ્યો દ્વારા 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે પ્રદુષણ ન ફેલાવવાની પ્રતિજ્ઞા લેવાઇ - VLD

​​​​​​​વલસાડઃ બુધવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ નગરપાલિકા દ્વારા વલસાડ શહેરી વિસ્તારમાં બીટ એર પોલ્યુશન ન કરવા બાબતે બધા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સત્તાધીશોએ પ્રતિજ્ઞા લીધી હતી. પ્રતિજ્ઞા લેવામાં આવી કે, તેમના દ્વારા શહેરી વિસ્તારના કોઈપણ જગ્યા ઉપર કચરો સળગાવી કોઈપણ પ્રકારનું એર પોલ્યુશન કરવામાં આવશે નહીં.

Valsad

By

Published : Jun 5, 2019, 10:42 PM IST

સમગ્ર વિશ્વ બુધવારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ તારીખ 5 જૂનથી 11 જૂન સુધી વિશ્વ પર્યાવરણ સપ્તાહ દિનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત અર્બન વિસ્તારમાં બીટ એર પોલ્યુશન વિષય ઉપર ઉજવણી કરવામાં આવશે.

નગરપાલિકાના સભ્યો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રદુષણ ન ફેલાવવાની પ્રતિજ્ઞા

બુધાવારે વલસાડ નગરપાલિકાના પ્રમુખ પંકજ આહિર, માજી પ્રમુખ અને હાલના સભ્ય સોનલબેન સોલંકી તેમજ પાલિકા સ્ટાફ અને કર્મચારીગણે ભેગા મળીને શહેરી વિસ્તારમાં કોઇ પણ ગંદકી ન કરવા તેમજ વલસાડ શહેરને સાફ-સ્વચ્છ નિર્મળ ગંદકીમુક્ત અને પ્લાસ્ટિક મુક્ત બનાવી કોઇપણ સ્થળે કચરો ન સળગાવવાની બધાએ ઉભા થઇ હાથ લાંબો કરીને પ્રતિજ્ઞા લીધી હતી.

તેમજ આ પર્યાવરણ સપ્તાહની ઉજવણી દરમિયાન શહેરીજનોને પણ તેમણે અપીલ કરી હતી કે, પ્રદૂષણ ફેલાવતું અટકાવવા માટે તેમના દ્વારા પણ મહત્વનો સહયોગ આપવામાં આવે તેવી અપીલ તેમણે કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ અને સ્ટાફ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details