ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના અબ્રામા ડેસમાં ખાનગી કંપનીની પાઈપ પાલિકા વોટર વકર્સે કાપી નાખી - gujarat

વલસાડ: પાલિકા દ્વારા જ્યાં થી પીવાનું પાણી લેવામાં આવે છે. ત્યાંથી એક ખાનગી કંપની પણ પોતાના પાઇપો નાખી પાણી ચોરતી હોવાનો વર્ષો થી વિપક્ષો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. પરંતુ 15 દિવસ ડેમ સુકો રહ્યા બાદ નહેર દ્વારા પાણી લાવવામાં આવ્યા બાદ આ કંપની દ્વારા ફરી થી પાલિકાની કોઈ પણ પરવાનગી લીધા વિના જ પાઇપો ડેમ સાઈડ ઉપર ઉતારી દેવામાં આવ્યા હોવાંંની ધ્યાન પર આવતા આ અંગે પાલિકા વોટરવર્ક્સ ચેરમેન ધ્યાન ઉપર આવતા પાઇપોનું કનેક્શન તેમણે પરવાનગી અંગેની જાણકારી લીધા બાદ કાપી નખ્યાં હતા. જો કે, કંપનીના સંચાલકોનું કહેવું છે કે, તેમના દ્વારા પરવાનગી માટે પાલિકામાં અરજી કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : May 16, 2019, 1:11 AM IST

વલસાડ નગર પાલિકા જે સ્થળે થી પીવાનું પાણી સમગ્ર વલસાડ જિલ્લામાં પૂરું પાડે છે. અબ્રામા વોટરવર્ક્સ ડેમ આગળ એક ખાનગી કંપની દ્વારા પાઇપો નાખીને પાણી ચોરી કરવામાં આવતું જોવાનો વર્ષો થી આક્ષેપ વિપક્ષી સભ્યો કરી રહ્યા હતા. સાથે જ ડેમમાં પાણી ઘટી જવાનું મુખ્ય કારણ પણ આ કંપની દ્વારા પાણી બોહળા પ્રમાણમાં લેવામાં આવતું જોવાનું વિપક્ષો કહી રહ્યા હતા.

થોડા દિવસ અગાઉ ખાલી પડેલ ડેમમાં દમણગંગા નહેર વિભાગના સહયોગથી પાણી લાવવામાં આવ્યા બાદ ફરી થી આ કંપની દ્વારા ત્યાં પાણીના પાઇપ લાઈનો નાખી પાણી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પાલિકા વોટરવર્ક્સ ચેરમેને સમગ્ર બાબતે જાણકારી મળતા તેમણે પાલિકા સીઓને સંપર્ક કર્યો હતો. શું કંપની દ્વારા પાલિકા પાસે થી કોઈ લેખિત પરવાનગી લીધી છે.

વલસાડમાં ખાનગી કંપનીની પાઈપ લાઈન પાલિકાએ કાપી નાખી

પાલિકાના પ્રમુખે કોઈ પરવાનગી નથી આપવામાં આવી તેવું જાણવ્યું હતું. જેને પગલે વલસાડ ના લોકોના શહેરી જનોના હિતમાં કંપનીના પાઇપોના કનેક્શન છુટા કરી દેવામાં આવ્યા હતા. જો કે, આ બાબતે કંપની સંચાલકોને પૂછ્યું હતું કે, ખરેખર તેમના દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી છે કે કેમ પરંતુ તેમણે માત્ર પરવાનગી લેવા માટે અરજી કરી હતી. પરવાનગી નથી આપવામાં આવી.

મંજૂરી વિના જ કંપની દ્વારા વોટરવર્ક્સ ડેમ પર પાઇપો અને મોટરો મૂકી દેવામાં આવી પાણીની ચોરી કરતા હતા.જો કે, અચાનક પાઇપો છૂટાં કરી દેવામાં આવતા કંપની દ્વારા પણ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પાઇપો કાપી નાખ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details