ધરમપુરની બજારમાં એક ફૂટની લાંબી અને હાથીની સૂંઢ જેવી ઝૂલતી કેરી વલસાડ : સામાન્ય રીતે તમે હાફૂસ, કેસર, લંગડો, રાજપુરી, દશેરી, ટોટાપુરી, જેવી કેરીના નામથી વાકેફ હશો, પરંતુ પપૈયા જેવડા કદની અને એક ફૂટ લાંબી કેરી માર્કેટમાં વેચાણ અર્થે આવતા લોકોમાં ભારે કૂતુહલ જોવા મળ્યું હતું. વલસાડના ધરમપુર ખાતે હાથીઝૂલ જેવા નામ એવા ગુણધર્મ ધરાવતી કેરી હાથીની સૂંઢ જેવી ઝૂલતી અને પપૈયાના કદ જેવડી કેરી માર્કેટમાં આવતા લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. કેસર કેરી એની સામે નાનકડું બાળક હોય એવી કદમાં જણાઈ આવતી હતી. જે કેરીને ખરીદી કરવા અનેક વેપારી પણ પહોંચ્યા હતા.
એક કેરીનું વજન : ખેડૂતો પોતાના ખેતરમાંથી ઉતારી APMC કેરી માર્કેટમાં હાથીઝૂલ નામની કેરી 8થી 10 કેરીના કેરેટ ભરી વેચાણ અર્થે લાવવામાં આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. એક નંગ કેરીનું વજન કાંટા પર કરતા 2.600 કી.ગ્રા. થયેલું જોવા મળ્યું હતું. 20 કિલોના કેરેટમાં માત્ર 8થી 9 કેરી મુકતા 20 કિલો વજન પૂર્ણ થઈ ગયું હતું.
હાથીઝૂલ કેરી સામાન્ય રીતે 3 કિલોથી 4 કિલો સુધી વજનની અને 1 ફૂટ લંબાઈની એટલે કે પપૈયાના કદની જોવા મળે છે. કેટલાક ક્ષેત્રમાં તે અલગ અલગ નામથી પ્રચલિત છે. એટલું જ નહીં માર્કેટમાં સમયાંતરે વિવિધ પ્રકારની કેરીઓ આવતી રહે છે. આજે હાથીઝૂલ કેરી આવતા વેપારીઓ જોવા માટે, લેવા માટે ઉમટી પડયા હતા. - પ્રભાકર યાદવ (કેરીના વેપારી)
20 કિલો કેરીના ભાવ કેટલા :હાલ રોહિણી નક્ષત્ર શરૂ થઈ ગયા બાદ મોટા ભાગે ખેડૂતો કેરી ઉતારી લેતા હોય છે. જેને પગલે માર્કેટમાં કેરીનો જથ્થો વધી જતાં ભાવ ઘટ્યા છે, ત્યારે હાથીઝૂલ જેવી આકર્ષક કેરી માર્કેટમાં આવતા અનેક વેપારીઓ એકત્ર થઈ બોલી લગાવતા આખરે 1200 રૂપિયાની 20 કિલોની કિંમતે કેરી વેચાઈ હતી.
- Navsari News: કુલ 21 પ્રકારની કેરીની જાત વાવી મેળવી મોટી સફળતા, પાકિસ્તાન-ઈઝરાયેલની કેરી પણ હવે ઘર આંગણે
- Navsari News: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરી પ્રદર્શન અને પરીસંવાદ યોજવામાં આવ્યો
- Mango Export : ગુજરાતના 1691 બગીચામાંથી વિદેશમાં જાય છે કેરી, મજબૂત પેકિંગ સાથે અરબ દેશોમાં મોટું માર્કેટ