ગુજરાત

gujarat

ETV Bharat / state

ડિસ્કવર ઈન્ડિયાઃ વલસાડી હાફૂસ કેરીની મીઠાશ એવી, જે મોઢામાં પાણી લાવી દે... - hafus mango

સમગ્ર વિશ્વમાં વલસાડ જિલ્લાની આગવી ઓળખ એટલે હાફૂસ કેરી. હાફૂસની મીઠાસ કેરી રસિયાઓને હંમેશા આકર્ષતી રહી છે. એટલું જ નહીં દર વર્ષે તેની કિંમતમાં પણ વધારો થતો રહે છે, છતાં પણ તેને ખાનારા રસિયાઓ તેની ખરીદી કરતા સહેજ પણ અચકાતા નથી.

valsad hafus mango famous in world for its sweetness
મીઠાશ એવી, જે મોઢામાં પાણી લાવી દે...

By

Published : Mar 17, 2020, 12:52 PM IST

Updated : Mar 17, 2020, 1:30 PM IST

વલસાડઃ ભારત-યુરોપ વચ્ચે વર્ષોથી મરી-મસાલાનો વેપાર થઈ રહ્યો છે. પોર્ટુગલમાંથી પણ રાતો સમુદ્રને પાર કરીને પોર્ટુગીઝો ભારતમાં આવ્યા હતા. તે બાદ તેમણે ગોવાને કબ્જે કર્યું હતું.

મીઠાશ એવી, જે મોઢામાં પાણી લાવી દે...
મીઠાશ એવી, જે મોઢામાં પાણી લાવી દે...

પોર્ટુગીઝ લોકો ફળોના અને ખેતીવાડીના શોખીન હતા. તેથી તેઓ તેમની સાથે કેરીની કલમ લાવ્યા હતા. કહેવાય છે કે, પોર્ટુગલના જનરલ અલ્ફાંસો ધી અલબી ક્યુરિક તેમની સાથે કેરીનો છોડ લઈને આવ્યા હતા. જે સમય જતાં અહીં વિકસાવવામાં આવ્યો હતો. તેમના નામ પરથી જ તેનું નામ અલ્ફાંસો પડ્યું હતું. જે અપભ્રંશ થઈને હાફૂસ થયું હોવાનું માનવામાં આવે છે. જે હવે વલસાડની ઓળખ બની છે.

વલસાડી હાફૂસ કેરીઃ મીઠાશ એવી, જે મોઢામાં પાણી લાવી દે...
Last Updated : Mar 17, 2020, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details