ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી, તંત્ર થયું એલર્ટ - rain in gujarat

વલસાડઃ જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી અતિભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા નજર રાખીને બેઠું છે. તો હાલ વલસાડ જિલ્લાની નદીઓ બંને કાંઠે વહી રહી છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સજ્જ

By

Published : Jul 29, 2019, 6:07 PM IST

વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે વલસાડ જિલ્લાની લોક માતાઓ ઔરંગા, પાર, કોલક, દમણગંગા, તાન, માન, નદીઓ હાલ બંને કાંઠે વહી રહી છે. વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો સવારે 6 વાગ્યા થી 2 વાગ્યા સુધી કપરાડા- 117 mm,વલસાડ-42 mm, ધરમપુર-60 mm, પારડી-72 mm, વાપી-36mm,ઉમરગામ-03 mm જેટલો વરસાદ પડયો હતો.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સજ્જ

તો બીજી તરફ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે મધુબન ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધુબન ડેમની સપાટી હાલ 73.30 એ પોહચી છે ત્યારે ડેમ પાણીની આવક 1,21,519 ક્યુસેક પોહચી છે. ડેમ માંથી દમણગંગા નદીમાં 95,578 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ડેમના 8 દરવાજા 3 મીટરે ખોલવામાં આવ્યા છે.

આ ઉપરાંત વલસાડની ઔરંગા નદીએ પણ તેની ભયજનક સપાટી પાર કરી છે, વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે જિલ્લાની ઔરંગા, પાર, કોલક, અને દમણગંગા નદીમાં પાણીનો સતત વધારો થઈ રહ્યો છે જેને પગલે વલસાડ વહીવટી તંત્ર સજ્જ છે અને સંપૂર્ણ પરિસ્થિતિ પર નજર રાખી બેઠું છે. વલસાડ ખાતે NDRFની ટિમ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે.જેથી દરેક મુશ્કેલ પરિસ્થિતિને પોહચી વળાય.

ABOUT THE AUTHOR

...view details