ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લા પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડ જિલ્લાના માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પડતર પ્રશ્નોના હલ કરવા માટે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમની પડતર પ્રશ્નોની પૂર્ણ કરવા માટેની માંગ કરી હતી. જેમાં પ્રાથમિક શિક્ષકોને બીપી જેમ સરકારી શાળાઓમાં સળંગ નોકરી ગણવામાં આવે છે. તે જ રીતે ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોને પણ સળંગ નોકરી ગણવામાં આવે, તેવા અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા.

વલસાડ જિલ્લા પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
વલસાડ જિલ્લા પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

By

Published : Jul 27, 2020, 10:33 PM IST

વલસાડ: જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘના બંને પ્રમુખોના નેજા હેઠળ શિક્ષકોની પડતર માગને પુર્ણ કરવા માટે જિલ્લા કલેકટરને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો કે આ પહેલા કેટલાક પ્રધાનને તેમણે પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી અને તેના નિરાકરણ કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી.પરંતુ હજુ સુધી કોઇ નિરાકરણ ન આવતા આજે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બંને શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની કેટલીક પડતર માંગણીઓ સ્વીકારવામાં માટે રજૂઆત કરી છે.

પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું કે, તેમની પડતર માંગણીઓમાં ગ્રાન્ટેડ શાળાઓમાં કામ કરતા શિક્ષકોને સળંગ નોકરી ગણવામાં આવે,2016 પછી સરકારી શાળાઓમાં ભરતી થઈ નથી. જેના કારણે કેટલાક કલાસ ઘટી ગયા છે અને ઘટેલા ક્લાસમાં ફરજ બજાવતા શિક્ષકો ફાજલ પડી ગયા છે. આવા શિક્ષકોને નોકરીનું રક્ષણ કરવામાં આવે તો સાથે સાથે સાતમા પગાર પંચ લાગુ કરી ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને પાંચ વર્ષના હપ્તા બાંધીને આપવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા બે વર્ષથી હપ્તા ચૂકવાયા નથી તેને ચૂકવવામાં આવે જેવી વિવિધ માગણી સાથે આજે જિલ્લા કલેકટર આર.આર રાવલને તેમણે આવેદનપત્ર આપીને તેમની માંગણીઓની રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details