ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભા ચૂંટણીઃ વલસાડમાં શાંતિપૂર્ણ મતદાન કરાવવા ક્લેકટરની તૈયારી

વલસાડના જિલ્લા કલેકટરે (Valsad District Collector) ચૂંટણી લક્ષી 5 વિધાન સભા બેઠકની માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1392 મતદાન મથકો જ્યારે 13,26,470 મતદારો તારીખ 1 ડિસેમ્બર 2022ના રોજ મતાધિકારનો કરશે. જેને લઈને કુલ 20 ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ,20 સ્ટેટિક ટીમ, 5 વિડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત જેમના દ્વારા પાંચે વિધાનસભા બેઠકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 5 વિધાન સભા બેઠકો ઉપર બી એલ ઓ અને ઝોનલ અધિકારીની નિમણૂક કરી દેવાઈ છે

પાંચે વિધાનસભા બેઠકો ઉપર ચાંપતી નજર રાખવા વલસાડ સજ્જ, જિલ્લા કલેકટર
પાંચે વિધાનસભા બેઠકો ઉપર ચાંપતી નજર રાખવા વલસાડ સજ્જ, જિલ્લા કલેકટર

By

Published : Nov 5, 2022, 7:01 PM IST

વલસાડજિલ્લા કલેકટરે ચૂંટણી લક્ષી 5 વિધાન સભા બેઠકની માહિતી આપી હતી. જિલ્લામાં કુલ 1392 મતદાન મથકો જ્યારે 13,26,470 મતદારો તારીખ 1 ડિસેમ્બર 2022ના રોજ મતાધિકારનો કરશે. જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીયોજાય તે માટે સજ્જ તંત્ર બન્યું છે. જિલ્લામાં ગેરકાયદે રોકડ હેરાફેરી રોકવા ટીમો તૈનાત કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લા કલેકટર ચૂંટણી લક્ષી 5 વિધાન સભા બેઠકની માહિતી આપી હતી.

પાંચે વિધાનસભા બેઠકો ઉપર ચાંપતી નજર જિલ્લામાં કુલ 20 ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ,20 સ્ટેટિક ટીમ, 5 વિડીયો સર્વેલન્સ ટીમ (Video Surveillance Team) કાર્યરત જેમના દ્વારા પાંચે વિધાનસભા બેઠકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં 18થી ઉપરના 31412 મતદારો મતદાન પ્રથમવાર કરશે. જિલ્લામાં 18 થી 19 વર્ષના કુલ 31412 યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે . વર્ષ 2017ની ચૂંટણીની સરખામણીમાં વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણીમાં 1,62,323 મતદારોનો વધારો એટલે કે 13.94 ટકા મતદારો વધ્યા છે.

5 તાલુકામાં મતદાન મથકો માટે BLO અને ઝોનલ નક્કી કર્યા5 વિધાન સભા બેઠકો ઉપર BLO અને ઝોનલ અધિકારીની નિમણૂક (Appointed of BLO and Zonal Officer) કરી દેવાઈ છે જેમાં કુલ BLOની સંખ્યા 1432 ,ઝોનલ ઓફિસરની સંખ્યા 160, જિલ્લામાં સખી મતદાન મથકો 5, આદર્શ મતદાન મથકો 5,ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો 5 રહશે. મતદાન મથકો ઉપર વેબ કાસ્ટિંગ (Web casting over polling stations) કરાશે.કુલ 1392 મતદાન મથકો પૈકી 698 મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ સુવિધા સુવિધા ઉપલબ્ધ કરાશે. જેમાં ધરમપુરમાં 145, વલસાડમાં 137, પારડીમાં 123, કપરાડામાં 154 મતદાનના દિવસે મતદાન મથકેથી લાઈવ વેબ કાસ્ટિંગ (Live webcasting from polling stations) કરાશે.

રોકડ રકમ લઈ ફરનાર ચેતેસંવેદન શીલ મતદાન મથકો ઉપર CRPF તૈનાત (CRPF deployed at sensitive polling stations) કરવામાં આવશે. 372 જેટલા મતદાન મથકો અતિસંવેદનશીલ છે. જ્યાં કોઈ ઘટના ના બને અને મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે CRPFની ટીમ તૈનાત કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ કે ઉમેદવાર 50 હજાર કરતા વધુ રકમ સાથે લઈ જતા ઝડપાશે તો તે સિઝ કરવામાં આવશે. સ્ટાર કેમ્પઈન પાસે એક લાખથી વધુ રકમ પકડાશે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરશે. કોઈ પણ સ્થળે 10 લાખથી વધુ રકમ પકડાશે તો ઇન્કમટેક્ષ વિભાગ કાર્યવાહી કરશે.

જિલ્લામાં કુલ 9621 દિવ્યાંગ મતદારોવલસાડ જિલ્લામાં 5 વિધાન સભામાં કુઓ 9621 દિવ્યાંગ મતદારો જેમાં ધરમપુર માં 2751,વલસાડ માં 1431,પારડીમાં 1703,કપરાડામાં 1455,ઉમરગામમાં 2281 જેટલા મતદારો નોંધાયા છે. આમ જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી માટે સજ્જ બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details