- રેમડેસીવીર ઇન્જેક્શન આસાનીથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ આયોજન
- સિવિલ સર્જન અને ડીનની બે કમિટી બનાવવામાં આવી
- ઇન્જેક્શનની માંગ ઈ-મેલ કે સોશિયલ મીડિયાથી જરૂરી કાગળો સાથે કરવામાં આવે છે
- કમિટી દ્વારા દર્દીના કાગળો જોયા બાદ ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવે છે
વલસાડ: જિલ્લામાં આવતા જતા કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા તેમને ઉભી થતી જરૂર ઇન્જેક્શનની જરૂરિયાતને પહોંચી વળવા માટે દર્દીના સગા-સંબંધીઓ અનેક વિસ્તારમાં ધરમ ધક્કા ખાતા હોય છે પરંતુ તેમ છતાં પણ તેઓને ઇન્જેક્શન મળતું નથી ત્યારે આવા સંજોગોમાં લોકોને વધુ ધક્કા ન ખાવા પડે અને દર્દીઓને સીધા જ આ ઇન્જેક્શન મળી જાય તે માટે વલસાડ જિલ્લા કલેક્ટર આર. આર. રાવલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:રાજકોટમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતાં 2 શખ્સોની ધરપકડ
વલસાડ જિલ્લાના સિવિલ સર્જન અને ડીનની બે કમિટી બનાવવામાં આવી છે
સારવાર લઈ રહેલા દર્દીઓને ઉભી થતી રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સિવિલ સર્જન અને ડીનની એક વિશેષ બે કમિટીની રચના કરવામાં આવી છે. જેના દ્વારા જિલ્લાની તમામ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીને ઉભી થતી જરૂરિયાત મુજબ દર્દીની સારવાર આપી રહેલા ડોક્ટર દ્વારા જ દર્દીના જરૂરી કાગળો સાથે ઇ-મેલ અને વોટ્સએપના માધ્યમથી ઇન્જેક્શનની માંગ મૂકવામાં આવે છે. સાંજે ચાર વાગ્યા સુધી જિલ્લામાંથી આવતી માંગને જોતા કમિટી દ્વારા દર્દીના કાગળો જોઈ જે દર્દીને ખૂબ જ જરૂરિયાત હોય તે દર્દી માટે તાત્કાલિક ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તે માટે પણ દર્દીના કોઇપણ સગા-સંબંધીને લેવા માટે મોકલવામાં આવતા નથી પરંતુ જે તે હોસ્પિટલના વિશેષ વ્યક્તિને દર્દીના કાગળો સાથે મોકલવામાં આવે છે.