વલસાડ જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાંથી 2 વર્ષ દરમિયાન પકડાયેલા દારૂને નામદાર કોર્ટના હુકમથી નષ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન, વલસાડ સીટી પોલીસ સ્ટેશન, વલસાડ ડુંગરી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઇન્ડિયન મેડ ફોરેન લીકર જેને વિવિધ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. એને પ્રોહિબીશનના નિયમ અનુસાર નષ્ટ કરવામાં આવે છે. અને આ કામગીરી ગુંદલાવ ખાતે એક પ્લોટમાં કરવામાં આવે છે.
વલસાડમાં 4.18 કરોડના દારૂનો કરાયો નાશ
વલસાડઃ જિલ્લામાં અલગ-અલગ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 3 પોલીસ સ્ટેશનોએ મળી 4 કરોડ 18 લાખના દારૂનો નાશ કર્યો છે.
વલસાડમાં 4 કરોડ 18 લાખના દારૂનો કરાયો નાશ
જેમાં 4 કરોડ 18 લાખના દારુ પર રોડ રોલર ફેરવી દેવામાં આવે છે. જ્યારે વલસાડ જિલ્લામાં ખુબ મોટી સંખ્યામાં પકડાતા દારુ ને 2 વર્ષ દરમ્યાન રાખવાની પણ ખુબ મોટી સમસ્યા થતી હોઈ છે. અને એને લઈને વલસાડ કોર્ટ પાસેથી દારૂને નષ્ટ કરવાની પરવાનગી મેળવી કોર્ટના હુકમ મુજબ દારૂને નષ્ટ કરાતો હોઈ છે. 910 જેટલા પ્રોહિબિશનના કેસોમાં 3 પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવ્યા હતા. આ 3 પોલીસ સ્ટેશનનો ટોટલ પકડાયેલ દારૂ મળી કુલ 4 કરોડ 18 લાખ રૂપિયાનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.