વલસાડ: રાજયમાં છેડતીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે મહિલાઓને હવે દિવસે નિકળતા પણ ડર લાગી રહ્યો છે. પરંતુ હવે તો મહિલાઓ જે જગ્યાએ નોકરી કરે છે તે પણ સેફ નથી. કારણ કે વલસાડમાં જે બનાવ સામે આવ્યો છે. તેને જોઇને મહિલાઓને હવે નોકરી કરવા જવામાં પણ સંકોચ થશે. કપરાડા ઓઝરડા ગામે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીએ છેડતી અંગે નાનાપોઢા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેણીએ ફરિયાદમાં જણાવાયું છે કે ઓડિટ માટે વલસાડ હેડ પોસ્ટ ઓફિસથી આવેલ એક ઉચ્ચ અધિકારીએ તેની શારીરિક છેડતી કરી કમર મથી પકડી લીધી હતી. માટે જતા વાકા વળ્યા ત્યારે પાછળ થી આવીને મહિલાના કમ્મરના ભાગે પકડી લેતા તેઓ હેબતાઈ ગયા હતા.
" ઘટના થોડા દિવસ પૂર્વે ની છે. પરંતુ મહિલાની છેડતી જેવી ગંભીર બાબત હોય મહિલા એ પોલીસ મથકે સંપર્ક કરતા હાલ તો ઓડિટ માટે આવેલા અધિકારી સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરાઇ છે".--જે જી.પરમાર(પી એસ આઈ)
પોલીસ ફરિયાદ નોધાવતા:સીનીયર અધીકારીની હરકતથી ચકચારએક સીનીયર આધિકારી આવી હરકત કરી કેવી રીતે શકે સમગ્ર બાબતે તેમણે અન્ય કર્મચારી અને પરિજનોને જાણ કરી નાનાપોઢાં પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોધાવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ઓડીટ કરવા આવેલા સીનીયર આધિકારી સામે છેડતીની ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહિલા કર્મચારીએ ફરિયાદ આપતા કાર્યવાહી કરી છે. જે મામલે પોલીસે પગલાં લીધા છે.