- વલસાડ નગરપાલિકાના (Valsad Municipality) 4 વોર્ડમાં પેટાચૂંટણીનું આયોજન
- વોર્ડ નંબર 1, 2, 5 અને 6 માટે પેટાચૂંટણી
- સામાન્ય સભામાં ગેરવર્તણૂક અંગે 4 સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા
- સસ્પેન્ડેડ ચાર સભ્યોની ખાલી જગ્યા માટે યોજાઈ પેટાચૂંટણી
વલસાડઃ જિલ્લામાં નગરપાલિકાની (Valsad Municipality) સામાન્ય સભામાં ગેરવર્તણૂક કરવા બદલ ચીફ ઓફિસરે નિયામકને ગેરવર્તણૂક અંગે રજૂઆત કરી હતી, ત્યારબાદ નિયામકે વોર્ડ નંબર 1ના ઉજેશ પટેલ, વોર્ડ નંબર 2ના રાજુ મરચા, વોર્ડ નંબર- 5ના પ્રવીણ કચ્છી, વોર્ડ નંબર- 6ના યશેશ માલીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર 1માં આવેલી બીજી બેઠકના રાજેશ રાઠોડ કોરોના કાળમાં મોત થતા તેમની પણ બેઠક ઉપર જગ્યા ખાલી પડી હતી, જે તમામ જગ્યા ઉપર પેટાચૂંટણી આજે રવિવારે યોજાઈ હતી.
સસ્પેન્ડ થયેલા સભ્યોએ કોર્ટમાં કર્યો છે ઘા
વલસાડ નગરપાલિકાના 4 સભ્યોને પાલિકા સામાન્ય સભામાં ગેરવર્તણુક કરવા બાબતે સસ્પેન્ડ કરવામાં આવતા આ ચારેય સભ્યોએ કોર્ટમાં ઘા કર્યો છે. જોકે હજી કેસ કોર્ટમાં હોવાનું વોર્ડ નંબર 2ના સસ્પેન્ડ થયેલા સભ્ય રાજુ મરચાએ જણાવ્યું હતું કે, પ્રજાના પ્રશ્નો અંગે સામન્ય સભામાં એક સભ્ય ઉગ્ર રજૂઆત પણ કરી ન શકે ?
ગેરવર્તન કરવા બદલ કોણ કોણ સસ્પેન્ડ થયું હતું?
વોર્ડ નંબર 1ના સભ્ય ઉજેશ પટેલ, વોર્ડ નંબર 2ના સભ્ય રાજુ મરચા, વોર્ડ નંબર- 5ના સભ્ય પ્રવીણ કચ્છી, વોર્ડ નંબર 6ના સભ્ય યશેશ માલીને સસેપન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર- 1માં બીજી બેઠક ઉપર રાજેશ રાઠોડનું કોરોના કાળમાં નિધન થયું હતું.