ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીના આરનાલા ગામે જુગાર રમતા 13ની ધરપકડ, 14 લાખનો મુદ્દામાલ કર્યો ઝપ્ત - gamblers

વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામે મોડી સાંજે પારડી પોલીસે બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા 13 જેટલા શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે. જેની પાસેથી 65 હજાર રોકડા, બે કાર તેમજ કુલ 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

valsad

By

Published : Aug 21, 2019, 1:14 PM IST

પારડી તાલુકાના અરનાલા ગામે પારસી ફળિયામાં તૈમુર ભાઈના ઘરે જુગાર રમતા હોવાની બાતમી પારડી પોલીસને મળતા સ્ટાફ સાથે રેડ કરતા જુગાર રમી રહેલા 13 જેટલાં શખ્સને રંગેહાથે ઝડપી પાડ્યા હતાં. હાલ શ્રાવણિયા જુગારની મોસમ ચાલી રહી છે. ત્યારે, 13 જેટલા પકડાયેલા શખ્સ વાપીના ઉદ્યોગપતિઓ, પારડીના બેંકના ડાયરેક્ટર, જમીન લે વેચ કરનારા દલાલો સહિત અનેક મોટા માથાઓ જુગાર રમતા ઝડપાયા હતા.

પારડીના આરનાલા ગામે જુગાર રમતા 13ની ધરપકડ, 14 લાખનો મુદ્દામાલ કર્યો ઝપ્ત

પોલીસે આ તમામને ઝડપી લઇને પારડી પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરતા આ તમામને છોડાવવા માટે અનેક રાજકારણીઓ અને અગ્રણીઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેમને છોડાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતાં. પરંતુ, પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તમામની સામે કાર્યવાહી હાથ ધરી હતી. તો કેટલાક લોકો મીડિયાથી બચવા માટે પોતાનો ચહેરો પણ છુપાવતા નજરે ચડયા હતાં. રેડ દરમિયાન 65 હજાર રોકડા, એક ક્રેટા કાર એક ઇકો કાર બે બાળકો અને મોબાઇલ મળી અંદાજે 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નોંધનીય છે કે પારડી પોલીસે છેલ્લા બે દિવસ દરમિયાન જુગાર પકડવામાં સપાટો બોલાવ્યો છે. સોમવારના રોજ ઉદવાડા ખાતે મંદિરના ઓટલા પર ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. ત્યારે, મંગળવારે કરનારા ખાતે જુગારના અડ્ડા પર રેડ પાડી હતી.

ABOUT THE AUTHOR

...view details