વલસાડ: વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. શુક્રવારે ધરમપુરના કેળવણી ગામની 32 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી જિલ્લામાં પાંચમો કોરોના પોઝિટિવ અને ધરમપુરમાં ત્રીજો કેસ નોંધાયો છે.
ધરમપુરની આશાવર્કરને કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ પાંચ કેસ - corona virus in gujarat
વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. શુક્રવારે ધરમપુરના કેળવણી ગામની 32 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી જિલ્લામાં પાંચમો કોરોના પોઝિટિવ અને ધરમપુરમાં ત્રીજો કેસ નોંધાયો છે.
આમ વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનો આંક 5 પર પોહચ્યો છે. અને ધરમપુર તાલુકામાં ત્રીજો કેસ સામે આવ્યો છે. આશા વર્કર મહિલાનો કેસ સામે આવતા તેના સંપર્કમાં આવેલe અનેક લોકોને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે જ્યારે મહિલાને હાલ વલસાડ સિવિલમાં ખસેડવામાં આવી છે.
નોંધનીય છે કે વલસાડમાં પ્રથમ કેસ ઉમરગામ દેહરી,બીજો કેસ ડુંગરીના હોમગાર્ડ જવાનને ત્રીજો આસુરાના યુવકને જેનું સુરતમાં મોત થયું જ્યારે ગત ધરમપુરના કેળવણીની સર્ગભા મહિલાનો પોઝિટવ આવ્યો હતો. અને શુક્રવારે આશા વર્કરનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં આંકડો 5 પર પોહચ્યો છે.