ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં વેકેશનમાં જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે સંસ્કાર શિબિરનું આયોજન - serial

વાપી: જૈન શ્વેતાંબર તેરાપંથ મહાસભા દ્વારા બાળકોમાં સારા સંસ્કારના સિંચન થાય તે માટે પાંચ દિવસીય સંસ્કાર નિર્માણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશના 250 બાળકો અને વાપીમાં વસતા જૈન સમાજના લોકોને સંસ્કારના સિંચન થકી બાળકોને કઇ રીતે સારા સંસ્કાર આપવા કે જેથી સંસ્કારી દેશ સમાજનું નિર્માણ કરી શકાય તે અંગે અદભુત પ્રવચન જૈન સમણીઓ દ્વારા આપવામાં આવ્યું હતું

નોજગ

By

Published : Jun 1, 2019, 4:18 PM IST

વાપીમાં છરવાડા ખાતે આવેલ ઓસવાલ ભવન ખાતે પાંચ દિવસીય સંસ્કાર નિર્માણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વેકેશનમાં બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય અને રાષ્ટ્ર નિર્માણમાં આ બાળકો મદદરૂપ થઇ શકે તેવા ઉદ્દેશ્યથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સંસ્કારના અદભુત પ્રવચન માટે પધારેલ ત્રણ સમણીઓ પૈકી સમણી ડો. હિમપ્રજ્ઞાએ જણાવ્યું હતું કે, આ શિબિરનું મહત્વ બાળકોને સારા સંસ્કાર કેવી રીતે આપવા? કેવી રીતે તેને સંસ્કારના પાઠ શીખવવા તે અંગે પ્રવચન આપવામાં આવી રહ્યું છે. આપણી ભાવિ પેઢી સંસ્કારી હશે તો જ સમાજને દેશ સંસ્કારી બનશે.જેમાં પાંચ દિવસ સુધી બાળકને કઈ રીતે ખાવું-પીવું, વડીલોની ઈજ્જત કરવી, અને વ્યવહારમાં કેવા સંસ્કાર હોવા જોઈએ તે અંગે વિશેષ સમજણ આપવામાં આવશે.

vapi
એ સાથે ડૉ. હિમપ્રજ્ઞાએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોને ગર્ભમાંથી જ સારા સંસ્કાર મળે છે. ત્યારે, જ દરેક ગર્ભવતી મહિલાએ સારું આચરણ કરવું જોઈએ અને એ સારા સંસ્કારોનું આચરણ બાદ બાળકમાં આપોઆપ આવે છેએ ઉપરાંત જે બાળકો મોટા થયા છે કે, થઈ રહ્યા છે તેમને માટે આજના આધુનિક યુગમાં ટીવી, ઈન્ટરનેટ ખતરારૂપ છે. માટે આના દુષ્પરિણામથી દૂર રાખવુ જોઈએ. ટીવીમાં સારી ધાર્મિક સિરિયલો, પ્રવચનો જોવા-સાંભળવા માટે પ્રેરવા જોઈએ. હિસાત્મક સિરિયલો-ફિલ્મોથી દૂર રાખવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details