વાહ રે.... તંત્ર... ઝાડની ડાળીઓ કાપી બનાવ્યા ભયજનક સુચનાના સાઈનબોર્ડ
વલસાડ: જીલ્લામાં વરસેલા ભારે વરસાદ બાદ હવે ધીરેધીરે તંત્રની પોલ ખુલી રહી છે. વરસાદમાં મોટાભાગના માર્ગો ધોવાઈ ગયા છે. જેને હવે ચોમાસામાં નવા બનાવવા તો શક્ય નથી. એટલે માટી પુરાણ કરી કામ ચલાવાય છે. આવી જ કામચલાઉ કામગીરી માર્ગ પરના ભયજનક સુચનાની ચેતવણીના પાટિયામાં પણ દેખાડી તંત્રએ પોતાની કાબિલેતારીફ કામગીરીના દર્શન કરાવ્યા છે.
jkvbhkgf
જિલ્લાના ઉમરગામ તાલુકામાં વારોલી નદીના કિનારાનાં ભયજનક વળાંક પાસે, વરસાદમાં રસ્તાનાં સાઇડનો ભાગ નદીમાં પુર આવવાથી ધોવાઈ ગયો હતો. આ ભયજનક વળાંક ધોવાતા અકસ્માતના બનાવો બને તે પહેલાં સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ અહીં માર્ગની મરામત અને સુચનાની ચેતવણીના પાટિયા મુકવા માંગ કરી હતી.