ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી કોરોના અપડેટઃ 34 નવા પોઝિટિવ કેસ, 69 દર્દીઓ ડિસ્ચાર્જ

વલસાડ જિલ્લામાં સોમવારે કોરોનાના 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં ઉમરગામના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન રમણ પાટકર બાદ તેમના પુત્રનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સોમવારે 13 અને દમણમાં 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ મળીને કુલ 69 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

દમણ કોરોના અપડેટ
દમણ કોરોના અપડેટ

By

Published : Jul 14, 2020, 1:08 AM IST

વલસાડ: જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવ દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે રાજય પ્રધાન રમણ પાટકર બાદ તેમના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય વર્તુળમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. જિલ્લામાં સોમવારે 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ મળીને કુલ 69 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

વલસાડ કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 364
  • કુલ સક્રિય કેસ - 183
  • કુલ ડિસ્ચાર્જ - 162
  • કુલ મૃત્યુ - 6

દમણમાં સોમવારે કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધારો નોંધાયો હતો. આ સાથે દમણમાં કુલ 12 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 23 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. હાલ દમણમાં કુલ કોરોના પોઝિટિવ કેસમાંથી 112 સારવાર હેઠળ છે. જ્યારે 151ને સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

દાદરા નગર હવેલી કોરોના અપડેટ

દમણ કોરોના અપડેટ

  • કુલ સક્રિય કેસ -112
  • કુલ ડિસ્ચાર્જ - 151

દાદરા નગર હવેલીમાં સોમવારે 13 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે 19 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓમાં 87 સક્રિય કેસ છે. જ્યારે કુલ 145 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. સદભાગ્યે કોરોનાને કારણે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.

દમણ કોરોના અપડેટ

દાદરા નગર હવેલી કોરોના અપડેટ

  • કુલ સક્રિય કેસ - 87
  • કુલ ડિસ્ચાર્જ - 145

ABOUT THE AUTHOR

...view details