ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉમરગામમાં રન ફોર મેરેથોનનું આયોજન કરાયું, 1500 દોડવિરોએ લીધો ભાગ

ઉમરગામ: શિયાળાની ઋતુમાં લોકોના સ્વાસ્થ્ય માટે ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા ઉમરગામમાં રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડમાં ઉમરગામ અને તેની આસપાસના 1500 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. રન ફોર મેરેથોન ચાર કેટેગરીમાં યોજવામાં આવી હતી. જેમાં વિજેતા દોડવીરોને ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

umargam run for marathon held
ઉમરગામમાં રન ફોર મેરેથોનનું આયોજન કરાયું

By

Published : Dec 22, 2019, 12:32 PM IST

ઉમરગામ દરિયા કિનારે રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 કિલોમીટર, 5 કિલોમીટર, 11 કિલોમીટર અને 16 કિલોમીટરની આ મેરેથોન દોડમાં નાના બાળકોથી માંડીને 60 વર્ષ કે, તેનાથી મોટી ઉંમરના કુલ 1500થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ઉમરગામમાં રન ફોર મેરેથોનનું આયોજન કરાયું
આ મેરેથોનનું આયોજન ઉમરગામ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંગઠન છેલ્લા 4 વર્ષથી વિવિધ સામાજિક કાર્યક્રમો યોજી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બનતી મદદ કરતું આવ્યું છે. ત્યારે, બાળકોને પ્રોત્સાહન મળે સ્વાસ્થ્યની કાળજી રાખી શકે તેવા ઉદ્દેશ્યથી આ મેરેથોનનું અયોજન કરવામાં આવ્યું હતું.મેરેથોન કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પણ પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. તો, મનોરંજન માટે જાણીતા હિપ હોપ સ્ટાર રાકેશ બારીયા અને ટીવી ટેલેન્ટ શોમાં ભાગ લઈ ઉમરગામનું નામ રોશન કરનાર રિદ્ધિ પટેલે પોતાના ડાન્સના સ્ટેપ દ્વારા સૌ કોઈને ડાન્સમાં તલ્લીન કર્યા હતાં. કાર્યક્રમમાં તમામ દોડવીરો માટે નાસ્તાની તેમજ મેડિકલ સેવા સહિતની સેવા પણ પુરી પાડી હતી. પોલીસ દ્વારા પણ મેરેથોનના મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details