ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડને પગલે વલસાડ તંત્રમાં હરકત, 2 દુકાનદારોને 11 હજારનો દંડ

વલસાડ: સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર બનેલી સુરત ટ્યુશન ક્લાસિસની ગોઝારી ઘટના બાદ ખાનગી ટ્યુશન કલાસિસને ફાયર સેફ્ટી ચકાસણીનો આરંભ થયો છે. જેમાં વલસાડ પાલિકા દ્વારા સી. ઓ.એ ફાયર વિભાગના કર્મચારી સાથે એક ટીમ બનાવી હતી. જે ટીમ વલસાડના ખાનગી ટ્યૂશન ક્લાસિસ તેમજ કેટલાક હાઇરાઇ્ઝ બિલ્ડીંગમાં આવેલી દુકાનો સહિતની જગ્યા પર સઘન ચેકીંગ હાથ ધરાયું છે. સાથે બે દુકાનદારોને 11 હજારનો દંડ ફાટકારમાં આવતા ફફડાટ ફેલાયો છે.

સુરત ઘટનાને પગલે વલસાડ પાલિકા તંત્ર હરકતમાં

By

Published : May 25, 2019, 9:50 PM IST

સુરતમાં બનેલી ગોઝારી ઘટનાએ 21 માસુમોનો ભોગ લીધો છે, ત્યારે વલસાડમાં પણ અનેક ખાનગી ટ્યૂશન ક્લાસિસ અને દુકાનોમાં ચલાવવા આવતા ક્લાસિસમાં સઘન ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ પાલિકાના સી ઓ જે. યુ. વસાવા અને ફાયરની ટીમને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં આવેલી ખાનગી ટ્યૂશન ક્લાસિસ તેમજ મોલમાં ચાલતા હોટલો અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે બાબતે સઘન ચેકીંગ હાથ ધરસું હતું.

સુરત અગ્નિકાંડને પગલે વલસાડ તંત્રમાં હરકત, 2 દુકાનદારોને 11 હજારનો દંડ

વલસાડ અબ્રામા ખાતે આવેલા સાઈ લીલા મોલમાં તપાસ કરાતા તેમાં કેટલાક તો ફાયર એક્સટેડ્યુંસરને છેલ્લે ફેબ્રુઆરી, 2017માં રિફિલ કરવામાં આવ્યા હતા. તો એક-બે સ્થળ પર ફાયરના સાધનો સંપૂર્ણપણે સજ્જ હતા. સાઈ લીલા મોલમાં નીચે ચાલતા ડોમીનોઝ પિત્ઝાને 11000 દંડ કરવામાં આવ્યો. જેમાં ફાયર સેફ્ટીના સાધનોની વેલીડિટી વર્ષ 2014માં પૂર્ણ થઈ ગઈ હતી છતાં તે રીન્યુ કરવામાં આવ્યા ન હતા. જેને કારણે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને 11000નો દંડ પાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો હતો. તો સાથે સાઈ લીલા મોલના સંચાલકને પણ ફાયરના સાધનો રિફીલિંગ ન કરાવવા બદલ નોટિસ પાઠવી છે.

અત્રે નોંધનીય છે કે, આજે શનિવારની રજા હોવા છતાં વલસાડની સરકારી કચેરીઓમાં લટકાવવામાં આવેલા ફાયરના સાધનો પર 2018ના સ્ટીકરો લાગી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details