ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં યુરોપિયન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે પકડાયા

વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત રેન્જ આઈજીની ઓપરેશન ગ્રુપે કેરી માર્કેટ પાસે એક દુકાન બહાર ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમતા 2 શખ્સોની ધરપકડ કરી 56 હજાર રોકડા, ચાર ફોન મળી 1,71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Valsad
વલસાડ

By

Published : Jul 8, 2020, 9:29 AM IST

વલસાડમાં સુરત રેન્જ આઈજીની ટીમે સટ્ટો રમતા 2 ની ધરપકડ કરી

ઓનલાઇન યુરોપિયન ક્રિકેટ પર રમાતો હતો સટ્ટો

1.71 લાખ મુદ્દામાલ સાથે 2 ની ધરપકડ કરી

વલસાડ: શહેરમાં કેરી માર્કેટ પાસે એક દુકાન બહાર ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમતા 2 શખ્સોને સુરત રેન્જ આઈજીની ટ્ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતાં. જેમાં ઓનલાઇન યુરોપિયન ક્રિકેટ સિરીઝ પર માસ્ટર આઇડી બનાવી ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમી રહ્યાં હતાં.

વલસાડમાં યુરોપિયન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે પકડાયા

જ્યારે રેન્જ આઈજીની ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી બાતમીના આધારે ઓનલાઇન ક્રિકેટ રમતા ચાર ઇસમોને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. જેમાં સોમવારે કેરી માર્કેટ પાસે આવેલી એક દુકાન બહાર ઈબ્રાહીમ નિકેત રફીક શેખ અને રિઝવાન બેલીમને ક્રિકેટ લાઇવ ગુરુ એપ્લિકેશનના માધ્યમથી ક્રિકેટ પર સટ્ટો રમતા ઝડપી પાડ્યા હતા. જેમાં રોકડા રૂપિયા 56000 અને 4 મોબાઇલ મળી કુલ 1.71 લાખ મુદ્દામાલ સાથે રેન્જ આઈજીના ઓપરેશન ગૃપની ટીમના પોલીસ જવાનોએ બાતમીના આધારે ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમતા 2 આરોપીની ધરપકડ કરી હતી.

જેમાં અચાનક પડેલી પોલીસ રેડમાં પકડાયેલ આરોપીને લઈને વલસાડ જિલ્લામાં ઓનલાઇન સટ્ટો રમતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details