ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં વૃક્ષ તુટી પડતા ઘર વખરીને નુકસાન - farmer

વલસાડઃ જિલ્લામાં વરસાદી વાતાવરણ ચાલી રહ્યો છે ત્યારે વરસાદમાં ધરમપુર તાલુકાના બરૂમાળ ગામે એક મકાન ઉપર ઝાડ પડતાં ઘરના પતરા તૂટી ગયા હતા. જેને લઇને વરસાદી પાણી ઘરની અંદર પડતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું.

વલસાડના બરૂમાળ ગામે મકાન ઉપર વૃક્ષ પડતા પતરાં તુટતા ઘર વખરીને નુકશાન કોઈ જાનહાની નહિ

By

Published : Jul 27, 2019, 10:35 AM IST

વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ફરી પોતાની પધરામણી કરી છે જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ વરસાદી વાતાવરણમાં પવન સાથે પડી રહેલા વરસાદમાં આજે મોડી સાંજે ધરમપુર તાલુકાના બરૂમાળ ગામે ગુરુધામ ફળિયામાં રહેતા રસિકભાઈ ગાંવીતના પતરા વાળા મકાન ઉપર એક વૃક્ષ અચાનક આવી પડતા ઘરના પતરા તૂટી ગયા હતા અને વરસાદી પાણી ઘરમાં ઘુસી આવતા ઘરવખરીને નુકશાન થયું હતું.

આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી કારણકે, ઘરની અંદર કોઈ ઉપસ્થિત ન હતું. તેમજ અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ ઘરની ઉપર પડેલા આ વૃક્ષને સ્વયં જ કાપીને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

જોકે આ ઘટનાની જાણકારી ગામના સરપંચ ગણેશભાઈ ને આપવામાં આવી હતી અને તેમના દ્વારા તેની માહિતી તલાટી અને મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ને આપવામાં આવી હોય તેવુ જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details