ગુજરાત

gujarat

ETV Bharat / state

તિથલનો દરિયા કિનારો 7 માસ બાદ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો, પ્રથમ દિવસે લોકોના ભીડ જામી

વલસાડ જિલ્લાના જાણીતો દરિયા કિનારે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે છેલ્લા 7 મહિનાથી સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, તિથલ બીચ ઉપર લારીઓ ચલાવી રોજગારી મેળવતા અનેક સ્થાનિકોની આર્થિક સ્થિતિ પણ લથડી હતી. જોકે, એજ વખતે તિથલ બીચ શરૂ કરવા જિલ્લા કલેકટર દ્વારા કોરોનાની ગાઈડલાઈન સાથે શરૂ કરવા માટેની પરવાનગી આપવામાં આવતા હાલ તિથલ બીચ સહેલાણીઓ માટે ગાઈડલાઈન સાથે ખુલ્લો મુકવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ દિવસે અનેક પર્યટકો પોતાના પરિવાર સાથે દરિયા કિનારે જોવા મળ્યા હતા.

તિથલનો દરિયા કિનારો 7 માસ બાદ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો
તિથલનો દરિયા કિનારો 7 માસ બાદ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો

By

Published : Oct 11, 2020, 2:24 PM IST

  • તિથલનો દરિયા કિનારો 7 માસ બાદ ખૂલ્લો મુકવામાં આવ્યો
  • જિલ્લા કલેકટર દ્વારા કોરોનાની ગાઈડલાઈન સાથે શરૂ કરવા માટેની પરવાનગી
  • 7 માસથી રોજગારી ખોઈ બેસેલા પરિવારોના મુખે આનંદની લહેર જોવા મળી

વલસાડ: દરિયા કિનારો ચોક્કસ પણે દરેકને આકર્ષે છે. એમાં પણ મનને શાંત કરવા માટે શ્રેષ્ઠ સ્થળ હોય તો તે દરિયો છે. જેના કિનારે બેસી કોઈ પણ વ્યક્તિ સ્વસ્થતા અનુભવતો હોય છે. પરંતુ કોરોનાના કહેરમાં તિથલનો દરિયા કિનારો છેલ્લાં 7 માસ જેટલા સમય સુધી બંધ રહ્યો હતો. એટલું જ નહીં અહીં પર્યટકોને આવવાથી રોજી મેળવતા અનેક દુકાનદારને પણ 7 મહિના સુધી રોજી ગુમાવવાનો વારો આવ્યો હતો સ્થાનિક સરપંચ અને રોજગારી મેળવતા દુકાનદારો દ્વારા સમગ્ર બાબતે અનલોકડાઉનમાં કોરોનાની સંપૂર્ણ ગાઈડ લાઇનના પાલન સાથે દરિયા કિનારો ફરીથી સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

તિથલનો દરિયા કિનારો 7 માસ બાદ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો

પ્રથમ દિવસે શનિવારના રોજ સાંજે તિથલના દરિયા કિનારે લોકોની ભીડ જામી હતી. બીચ ખુલ્લો મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળતા અનેક લોકો પોતાના પરિવાર સાથે દરિયા કિનારે પ્રકૃતિ ની મોજ લેવા ઉમટી પડ્યા હતા. કોરોના દરમ્યાન ઘરમાં રહીને કંટાળી ગયેલા અનેક લોકોને દરિયા કિનારે જાણે પહોંચીને બંધનમાંથી મુક્તિ મળી હોય એવી અનુભૂતિ કરતા હોય એમ જણાઈ આવતું હતું.

તિથલના સરપંચના જણાવ્યા મુજબ કોરોનાની દરેક ગાઈડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવા સાથેની શરતો સાથે દરેક પર્યટકોએ માસ્ક ફરજીયાત પહેરવા તેમજ સેનિટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે જ ફરવાના નિયમોનું પાલન કરવાનું રહશે.

નોંધનીય છે કે, તિથલના 80 થી વધુ પરિવાર એવા છે, જેમની રોજગારી માત્ર તિથલ બીચ ઉપર મુકવામાં આવેલ ખાણીપીણીની લારી ઉપર જ ચાલે છે. તેમજ 7 માસ બાદ દરિયો પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવતા 7 માસથી રોજગારી ખોઈ બેસેલા પરિવારોના મુખે આનંદની લહેર જોવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details