વલસાડના બલીઠામાં કોરોનાના 11માંથી 3 કેસ નેગેટિવ, 8 રિપોર્ટ પેન્ડિંગ - કોરોના
જિલ્લાના બલીઠા ખાતે તસેલ અહમદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા 11 લોકોમાંથી ત્રણ લોકોના સેમ્પલ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જ્યારે હજુ 8 રિપોર્ટ પેન્ડિંગ છે. ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામના મેમણ પરિવારની મહિલા બાળકો સાથે મહારાષ્ટ્રથી ગામમાં પરત ફર્યા બાદ આરોગ્ય વિભાગની તપાસમાં તાવના લક્ષણો દેખાતા તેને વાપીની કોવિડ હોસ્પિટલમાં ખસેડાયો છે. જેને કારણે અફવા બજાર ગરમ થયું હતું.
કોરોના કેસના 11માંથી ત્રણ સેમ્પલ નેગેટિવ
વાપી : જિલ્લા નજીકના બલીઠા ખાતે આવેલી ત્રિવેણી સોસાયટીમાં રહેતા તસેલ એહમદ ચૌધરી તેની પત્નીની સારવાર માટે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું અને તેની અંતિમ ક્રિયા બાદ એક સંબંધીને ત્યાં પાંચ દિવસ રહ્યા બાદ પરત આવી વલસાડ સિવિલમાં સારવાર માટે દાખલ થયો હતો. ત્યાં તેને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર વાપી અને જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો હતો.