ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદી ફરી PM બનતા વલસાડના ફૂલના વેપારીએ વહેંચ્યા 100 કિલો લાડું - sweet

વલસાડ: વડાપ્રધાન તરીકે ફરી એકવાર નરેન્દ્ર મોદી શપથગ્રહણ કરે તે પહેલા જ જિલ્લામાં એક સામાન્ય ફૂલના વેપારી દ્વારા 100 કિલોથી વધુ લાડવા વહેંચીને ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં વલસાડ બીજેપીના કાર્યકરો પણ જોડાયા હતા.

વલસાડમાં ફૂલના વેપારીએ 100 કિલોથી વધુ મીઠાઈ વહેંચી પીએમની જીતની કરી ઉજવણી

By

Published : May 31, 2019, 4:24 PM IST

Updated : Jun 3, 2019, 6:41 PM IST

ભારતના વડાપ્રધાન તરીકે ફરી બીજીવાર બીજેપીના વિકાસ મોડલ ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટાઈ આવતા સમગ્ર ભારતમાં ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી પ્રસરી રહી છે. ત્યારે વલસાડ ખાતે પણ વડાપ્રધાન મોદીના શપથ વિધિ કાર્યક્રમ પહેલા આઝાદ ચોક ખાતે એક સામાન્ય વર્ગના ફૂલના વેપારી જે મૂળ બંગાળના રહીશ છે. ગૌરાંગ ઉર્ફે છોટુ દ્વારા બુંદી 100 કિલો મીઠાઈ વેચવાનું કાર્યક્રમ યોજ્યો હતો.

વલસાડમાં ફૂલના વેપારીએ 100 કિલોથી વધુ મીઠાઈ વહેંચી પીએમની જીતની કરી ઉજવણી

આ પ્રસંગના સાક્ષી બનવા વલસાડ બીજેપી પરિવારના તમામ નાના-મોટા કાર્યકર્તાઓ ભેગા થઈને એક બીજાનું મોં મીઠું કરી જીતની ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ માર્ગમાંથી આવતા-જતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ મોઢું મીઠું કરાવીને વિજય ઉત્સવ અને શપથ વિધિની અનોખી ઉજવણી કરી હતી.

Last Updated : Jun 3, 2019, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details