- સરદાર ભીલાડવાળા બેન્કની ચૂંટણી બાદ અનેક લોકો કોરોના પોઝિટિવ
- બેન્કના ડિરેક્ટરોના ઉમેદવારી કરનારા અનેક લોકોને કોરોના લક્ષણ
- ધારાસભ્ય ભરત પટેલને કોરોના પોઝિટિવ આવ્યો
- સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોને આપી જાણકારી
વલસાડ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી દિન-પ્રતિદિન કોરોના આંકડામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા બે દિવસમાં કુલ ૨૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે, ત્યારે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા પોતે તેમના નિવાસ સ્થાને ક્વોરેન્ટાઇન થયા છે અને આ સમગ્ર બાબતની જાણકારી તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આપી છે. તેમણે પહેલ પણ કરી કે, તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
આ પણ વાંચો:ભુજ નગરપાલિકાના વોર્ડ નં 11માં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
બે દિવસમાં 20 કોરોના કેસ સામે આવ્યા