ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડાના શીલધા ગામના થાપલ હેડી ફળીયાના સ્થાનિકોએ રોડ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન - કપરાડાના સમાચાર

કપરાડા તાલુકાના શીલધા ગામે 2008-09માં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં પાસ થયેલી થાપલ હેડી ફળીયાનો માર્ગ પાસ તો થયો પણ આજ સુધી બન્યો નથી. આ રોડને હવે ફરીથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મંજૂર થયો છે. કેટલાક સ્થાનિક હિતેચછુ દ્વારા થાપલ હેડી ફળીયામાં માત્ર 1 કિમિ અને બાકીનો જે 2 કિમિ થાય એ શીલધા બરડા ફળીયામાં બનાવવા માટે ખાતમુહુર્ત કરાતા સ્થાનિકોએ સાથે મળી સમગ્ર બાબતે તાપસ કરવા અને તેમના ફળીયામાં રોડ બને તે માટેની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું છે.

કપરાડાના શીલધા ગામના થાપલ હેડી ફળીયાના સ્થાનિકોએ રોડ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન
કપરાડાના શીલધા ગામના થાપલ હેડી ફળીયાના સ્થાનિકોએ રોડ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન

By

Published : Mar 16, 2021, 9:15 PM IST

  • 2008-9માં બનેલો 4 કિમિનો રોડ માત્ર ચોપડા ઉપર જ બન્યો
  • થાપલ હેડી ફળિયું ટેકરી ઉપર હોવાથી લોકોને મુશ્કેલી થાય છે
  • તાલુકા પંચાયતના સભ્યની આગેવાનીમાં આપ્યું આવેદન
  • રોડની સમસ્યાથી ત્રસ્ત બનેલા લોકોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના શીલધા ગામે ટેકરી ઉપર આવેલુ અંદાજીત 1200 લોકોની વસ્તી ધરાવતું થાપલ હેડી ફળીયામાં આજ સુધી ડામર રોડ બન્યો નથી. વર્ષ 2008-09માં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં 4 કિમિ રોડ મંજુર થયો હતાો. પણ આજ સુધી બન્યો નહિ અને હાલમાં જે રોડ 3 કિમિ મંજૂર થયો છે એ થાપલ હેડી ફળીયાના લોકો માટે માત્ર 1 કિમિ બનાવવામાં આવશે તથા તેજ રોડનો 2 કિમિનો ટૂકડો શીલધા બરડા ફળીયામાં બનાવવા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

કપરાડાના શીલધા ગામના થાપલ હેડી ફળીયાના સ્થાનિકોએ રોડ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન

આ પણ વાંચોઃ ધાનેરામાં વેપારીઓનો અનોખો વિરોધ, રસ્તો રોકી કર્યું ચક્કાજામ

2008-9માં 4 કિમિ રોડ મંજૂર થયો હતો

શીલધા ગામે થાપલ હેડી ફળીયા માટે વર્ષ 2008-09માં 4 કિમીનો ડામર રોડ મંજૂર થયો હતો. પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજનામાં પણ આજ સુધી આ રોડ અહીં બન્યો જ નથી. રોડ માત્ર સરકારી ચોપડે બન્યો હોવાનો ઉલ્લેખ છે પણ સ્થળ ઉપર કોઈ રોડ બન્યો નથી.

આ પણ વાંચોઃ સાવરકુંડલાના હાથસણી ગામે શેલ દેદુમલ ડેમ પરનો રસ્તો બંધ થતાં ખેડૂતો અને રાહદારીઓ પરેશાન

સ્થાનિક લોકોને રોડ ખરાબ હોવાને કારણે 20 કિમિ ફરવુ પડે છે

શીલધા થાપલ હેડી ફળીયાના લોકોને રોડ ખરાબ હોવાને કારણે કપરાડા કે અન્ય સ્થળે જવું હોય તો ખડકવાળ, રોહિયાલ તલાટ અને બુરલા થઈને 20 કિમિ ફરીને જવું પડે છે. આમ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં આજે પણ રોડ રસ્તા કે સરકારી યોજનાઓમાં અનેક કૌભાંડ સ્થાનિકોની જાગૃતતાને કારણે બહાર આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details