ગુજરાત

gujarat

એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્‍વૈચ્‍છિક બંધ પાળશે

By

Published : Apr 10, 2021, 7:37 PM IST

રાજ્યામાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિ દિન વધી રહ્યો છે, એવામાં રાજ્યના અનેક વેપારી મંડળો સ્વૈચ્છીક લોકડાઉન કરી તેનુ ચુસ્તપણે પાલન કરતા જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લમાં પણ એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્‍વૈચ્‍છિક બંધ પાળશે.

LOCKDOWN
એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્‍વૈચ્‍છિક બંધ પાળશે

  • કોઈ પણ વ્યક્તિ વાયરસનો ભોગ બને તો તંત્રની જવાબદારી નથી વ્યક્તિની પોતાની પણ ફરજ
  • કોવિડ 19 ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવું જરૂરી
  • દરેક લોકો સ્વૈચ્છિક બંધમાં સાથ સહકાર આપે એ જરૂરી

વલસાડ :જિલ્લામાં વધી રહેલા સંક્રમણને અટકાવવાના ભાગરૂપે જિલ્લા કલેકટર આર.આર.રાવલની અપીલને માન આપી એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્‍વૈચ્‍છિક બંધ પાળશે. તમામ વેપારી, હોટલ, ઇન્‍ડસ્‍ટ્રીઝ, ચેમ્‍બર ઓફ કોમર્સ વગેરે એસોસીએશન સાથેની કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણયમાં લેવાયો હતો.

આ પણ વાંચો :વલસાડમાં કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ આંક 996 પર

કોરોનાની ચેન તોડવા માટે લોકોનો સાથ જરૂરી

આ બેઠકમાં કલેકટર આર આર રાવલે જણાવ્‍યું હતું કે, કોઇ વ્‍યકિત વાયરસનો ભોગ ન બને તેની તકેદારીની જવાબદારી માત્ર વહીવટીતંત્રની નથી લોકોની પણ છે. લોકોને પોતાના જાનની સલામતી ચિંતા કરવાની તેટલી જ જરૂરી છે. તંત્ર માનવતાવાદી છે. સ્‍વૈચ્‍છિક બંધની અપીલ અને વિનંતી જનહિતમાં છે, ત્‍યારે આ બંધમાં સૌ સાથ સહકાર આપે અને કોવિડ-19ની ગાઇડલાલનનો ચુસ્‍ત અમલ કરે તે ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો : વલસાડના ગાડરિયા ગામે પ્રાથમિક સ્કૂલમાં સ્ટીમ મશીનનું વિતરણ કરાયું


એપ્રિલ માસના તમામ રવિવાર સ્વૈચ્છિક બંધ રેહશે

જિલ્લા કલેકટર રાવલની અપીલને માન આપી એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્‍વૈચ્‍છિક બંધ પાળશે. વિવિધ એસોસીએશનોની રજૂઆતને ધ્‍યાને રાખી સમગ્ર જિલ્લામાં સોમવાર થી શનિવાર સુધી વેપાર ધંધા સવારે 7 થી રાત્રિના સાડા આઠ સુધી કોવિડ-19ની ગાઇડલાઇનની ચુસ્‍ત અમલવારી સાથે ચાલુ રહેશે. રાત્રે સાડા આઠ થી સવારના સાત વાગ્‍યા સુધી સ્‍વૈચ્‍છિક રીતે સમગ્ર જિલ્લામાં પ્રથમવાર કોરોના કર્ફયુ લાગુ કરાશે. જયારે રવિવાર સિવાય હોટલો રાત્રિના સાડા દસ વાગ્‍યા સુધી ખુલ્લી રહેશે.

ABOUT THE AUTHOR

...view details