- કરચોન્ડ બેઠક પર ત્રિપાંખિયો જંગ યોજાનાર હતો પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારએ ઉમેદવારી કરી
- કરચોન્ડ બેઠકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગવાન બાતરીને ભાજપે ટિકિટ આપી
- બે અપક્ષ ઉમેદવાર નોંધાતા કુલ 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
વલસાડ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજથી કપરાડા તાલુકામાં અનેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે ઉમેદવારીપત્રો ભરવા માટે વહેલી સવારથી તાલુકા પંચાયત કચેરીએ લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે કપરાડામાં આવેલી જિલ્લા પંચાયતની કરચોન્ડ બેઠક ઉપર જ્યાં ભારતીય જનતા પાર્ટીના 35 વર્ષ જૂના ઉમેદવારની ટિકિટ અપાઈ હતી. તેઓએ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. તે જ બેઠક પર વધુ એક ઉમેદવારે આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી ભરતા હવે આ બેઠક ઉપર કુલ પાંચ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીના ઉમેદવારે પ્રથમવાર કપરાડામાં પગ પેસારો કર્યો છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી જયેન્દ્ર ગાંવીત નામના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
શિક્ષણ અને આરોગ્યના મુદ્દે આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરી
કપરાડા જિલ્લા પંચાયતની બેઠક માટે આજે રવિવારે વહેલી સવારથી તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે અનેક ઉમેદવારો પહોંચ્યા હતા. વહેલી સવારથી તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારોની ભીડ જામી હતી. બંને પક્ષોના ઉમેદવારો તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ ભરવા માટે એકઠા થયા હતા. જેમાં જિલ્લા પંચાયતની કરચોન્ડ બેઠક પરથી જયેન્દ્ર લક્ષ્મણભાઈ ગાવીતે આમ આદમી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેને લઇને હવે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ યોજાવા જઇ રહ્યો હતો. ત્યાં વધુ એક ઉમેદવાર નોંધાયો છે. આમ કુલ 5 ઉમેદવારો એક જ બેઠક ઉપર નોંધાયા છે.