વલસાડઃ જિલ્લાના કપરાડાના નાનાપોઢા માર્ગ પર આવેલા માંડવા બીલી ફળિયા નજીક સુથારપાડા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલો આઈસર ટેમ્પો અનેે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.
કપરાડામાં ટેમ્પોની અડફેટે બાઈક ચાલકનું મોત, 3 દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી - news in valsad
કપરાડાના માંડવા હાઇવે પર ટેમ્પો ચાલકે બાઇકચાલકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અન્ય એક ઇસમને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મૃતક યુવાન ઓઝરડા ગામના સતિષ છોટુભાઈ વાઘાત હોવાનું બહાર આવ્યું છે, જ્યારે તેની સાથે બાઈક ઉપર સવાર ફૂલજી દાજી વાધાતને સામાન્ય ઇજાઓ થતાં સારવાર માટે 108 દ્વારા નાનાપુરા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની જાણ કપરાડા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, મૃતક સતિષને સંતાનમાં ત્રણ દીકરી હોય આ ત્રણે દીકરી સતિષભાઈના મોત બાદ પિતાની છત્રછાયા ગુમાવી અને નિરાધાર બની છે.