- વાપીમાં બ્રહ્મસમાજ દ્વારા કરાઈ શિક્ષક વંદના
- સમાજના 84 શિક્ષકોને બ્રહ્મતેજ એવોર્ડ એનાયત કર્યો
- શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજે કર્યું આયોજન
વલસાડ: વાપીમાં સિલ્વર લીફ હોટેલ ખાતે શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા શિક્ષક વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના 84 શિક્ષક ભાઈ-બહેનોને બ્રહ્મતેજ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
શિક્ષકોનું સન્માન કરવું એ સમાજનું ઉત્તરદાયિત્વ છે: મહેશ પંડ્યા
શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ વાપીમાં સિલ્વર લીફ હોટેલ ખાતે શિક્ષકોની વંદના કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ તરફથી યોજાયો હતો. રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકર, કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુ ચૌધરી, સ્વામિનારાયણ સંસ્થા સલવાવના મહંત પુરાણી સ્વામી સહિત બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી શિક્ષક વંદના કાર્યક્રમના ઉદેશ્ય અંગે સમાજના ટ્રસ્ટી મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, જે શિક્ષકો સમાજને પ્રેરણા પુરી પાડતા હોય, શિક્ષણ દ્વારા બાળકોમાં સંસ્કારોનું જ્ઞાનનું સિંચન કરતા હોય, ત્યારે તેવા શિક્ષકોનું સન્માન કરવું એ સમાજનું ઉત્તરદાયિત્વ છે.