પારડી તાલુકાના કલસર ગામે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલા વિમલ એચ. ટંડેલ સામે ગામના માજી ડેપ્યુટી સરપંચ કિરણભાઈ ઈશ્વર ભાઈ પટેલે આચારસંહિતા ભંગ અંગે લેખિત ફરિયાદ કલેકટરને કરી છે. અરજીમાં ઉલ્લેખ કર્યો કે તલાટી વિમલ ટંડેલ ગ્રામ પંચાયતમાં આવનાર દરેક વ્યક્તિને એવું જણાવી કહેતાહતા કે તમારા કુટુંબનુંકોઈપણ કામ હોય તો તે થઈ જશે પણ લોકસભાની ચૂંટણીમાં વોટ BJPનેજ આપવો ,કોઈ ને પૈસા પણ આપવા પડે તો મને કહેજો હું બધું ગોઠવી આપીશજેવા વાક્યો કહ્યા હતા.એક સરકારી કર્મચારી આવી વાત કેવીરીતે કરી શકે.આ વ્યક્તિ ઉદવાડાના કોલક અને કલસર ગામમાં તલાટી તરીકે ફરજ બજાવે છે. વધુમાં જણાવ્યુ હતુંકે ભાજપના કાર્યકર્તાની ભલામણના કારણેતે અહીં બદલી થઇછે. ત્યારે આચાર સંહિતા દરમ્યાન એક સરકારી કર્મચારીનું આવું વર્તન અશોભનીય હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જેની સામે કાયદાકીય રીતે પગલાં લેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
તલાટીએ ખુલ્લેઆમ કર્યો ભાજપનો પ્રચાર, ચૂંટણી અધિકારીને ફરિયાદ - tejas desai
વલસાડઃ સમગ્ર દેશમાં ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ પડી હોવા છતા પણ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ગામ ખાતે માજી ડેપ્યુટી સરપંચ સહિત એક સ્થાનિક રહીશે કલેકટરને લેખિત અરજી કરી હતી કે તલાટી દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવે છે. આચારસંહિતા ભંગની ફરિયાદ આવતા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે.
અન્ય એક સ્થાનિક વિજય છીબુભાઈ પટેલ પણ જણાવ્યું કે તેઓ ગ્રામ પંચાયતમાં આવકના દાખલા માટે ગયા હતાત્યારે તલાટીએ કહ્યું કે તમે કઈ પાર્ટીના માણસ છો? અરજદારે કહ્યું કે કોઈ પાર્ટીમાં નથી તો તલાટી એ કહ્યું કે ભાજપનું જોર વધારે છે. તેથી પરિવારમાં પણ કહેજો કે ભાજપને જ વોટ આપે જેથી વિજયભાઈ પણ વિચારતા થઈ ગયા કે એક સરકારી અધિકારી આવું કેવીરીતે કહી શકે ?ચૂંટણીમાં કોઈ અહિતના થાય તે માટે તલાટી સામે આચારસંહિતાના કાયદા અનુસાર કાર્યવાહી કરવા લેખિતમાં કલેકટરને અરજી કરવામાં આવીછે.