ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડાના નિલોશીમાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ - કપરાડા

વલસાડ: કપરાડા તાલુકાના નિલોશી ગામે આવેલ ફણસપાડા અને વરવઠની વચ્ચેથી વહેતી ખનકી પર બનેલ કોઝવે ઉપર ભારે વરસાદને કારણે પાણી ફરી વળતા મુખ્ય શાળામાં ખનકી ઓળંગીને આવતા અનેક વિધાર્થીઓ અટવાઈ ગયા હતા. દર વર્ષે ચોમાસાના ચાર પાસ સુધી સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને જીવના જોખમે પસાર થવાની ફરજ પડે છે સ્થાનિકોની માગ છે કે, અહીં ખનકી પર બનાવવામાં આવેલ કોઝવેને બ્રિજ કમ કોઝવે બનાવવામાં આવે જેથી અહીંથી પસાર થતાં વિધાર્થીઓને સહુલિયત રહે.

કપરાડાના નિલોશીમાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ

By

Published : Sep 15, 2019, 2:42 AM IST

કપરાડા તાલુકાના નિલોશી ગામે ફણસ પાડા ફળીયામાં પ્રાથમિક સ્કૂલમાં આવતા વિધાર્થીને નજીકમાં આવેલ ખનકી ઉપર બનેલા ચેકડેમ ઉપરથી જીવન જોખમે પસાર થઈને આવવું પડે છે. ચોમાસા દરમિયાન જો સામાન્ય વરસાદ પણ પડે તો અહીં કોઝવે ઓવરફ્લો થઈ જાય છે અને જ્યાં સુધી પાણી ઓસરે નહિ ત્યાં સુધી વિદ્યાર્થીઓ સામે પાર જઇ શકતા નથી એટલું જ નહીં ઘણી વાર એવું પણ બને છે કે પાણી ન ઓસરતા કોઝવેના ધસમસતા પાણીમાં કેટલાક વાલીઓ ખુદ ઉભા રહીને વિધાર્થીઓને ખનકી પસાર કરાવી સામે પાર મોકલે છે.

કપરાડાના નિલોશીમાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ

ઉલ્લેખનીય છે કે, ચાર માસ સુધી અહીં વરવઠ, ફણસપાડા, હટી ફળીયા, વડમાળ, બાળદેવી, ગોકુળમાળ જેવા અનેક ફળીયામાંથી વિધાર્થીઓ નિલોશી મુખ્ય શાળામાં આવે છે. સ્થાનિક લોકોની માગ છે કે, કોઝવેને બ્રિજ બનાવી દેવાય કે જેથી બાળકો સરળતાથી અહીંથી પસાર થઈ શકે છતાં આજ સુધી સ્થાનિકોનો અવાજ સરકારી તંત્ર સુધી ન પહોંચતા સ્થાનિક વિધાર્થીઓની સ્થિતિ ખૂબ દયનિય બની છે.

ABOUT THE AUTHOR

...view details