ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ પોતાના પુત્ર કે પુત્રીને એન્જિનિયરિંગ અને ટૅક્નિકલ લાઈનમાં પ્રવેશ અપાવવા માટે ભારે દોડધામ મચી છે. દરેક વાલીઓ પોતાના બાળકને સારા ભવિષ્ય માટે ટેક્નિકલ અને એન્જીનરિંગ જેવા ફિલ્ડમાં પ્રવેશ અપાવવા માટે પડાપડી કરતા હોય છે. ત્યારે વલસાડ શહેરમાં ખાનગી બેન્કમાં પ્રવેશ માટે ફોર્મ, બુકલેટ અને પિન નંબર વિતરણ કરવામાં આવી રહ્યા છે.
વલસાડની બેન્કમાં પ્રવેશ બુક અને પિન નંબર મેળવવા વિદ્યાર્થી-વાલીઓનો ભારે ધસારો
વલસાડ: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યા બાદ એન્જિનિયરિંગ અને ટૅક્નિકલ વિષયોમાં પ્રવેશ મેળવવા માટે વિવિધ ખાનગી બેન્કોમાંથી મળી રહેલી બુકલેટ અને પીન નંબર મેળવવા વિધાર્થીઓ અને વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. વલસાડ શહેરમાં આવેલી એક ખાનગી બેન્કના પરિસરમાં સોમવારે આયોજનના અભાવે ભારે ભીડ જોવા મળી હતી. લોકો વહેલી સવારથી જ પીન નંબર મેળવવા માટે લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.
Valsad
વલસાડમાં સોમવારે પીન નંબર મેળવવા માટે બેન્ક ખુલે તે પૂર્વે જ લોકોએ લાંબી કતારોમાં જોવા મળી રહ્યાં છે. સોમવારે બેન્ક પરિસરમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી.
બેન્ક પરિસરનાં વ્યવસ્થાના આભાવે ઉભેલા અનેક વિધાર્થીઓ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. વ્યવસ્થાના આભાવે બેન્કના ગેટ આગળ જ ભીડ જામી જતા તમામ વિધાર્થીઓને લાઇનમાં ઉભા રહેવા માટે બેન્કના કર્મચારીઓ વિનંતી કરતા જોવા મળ્યા હતા.